દેશભરમાં કોરોનાના કેસ 4 લાખ પર પહોચી રહયા છે અને હજુય અનેક રાજય લોકડાઉન લગાવી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે પ્રધનામંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વની બેઠક યોજી હતી. જેમાં દેશના દરેક રાજ્યોમાં કોવિડ-19 ની સ્થિતિ અંગે જાણકારી આપી હતી. પીએમની બેઠકમાં દવાઓની અછત અને રસીકરણને લઇને મહત્વના આદેશ આપ્યા હતા. હાલમાં 12 રાજ્યોમાં 1 લાખ કરતા વધારે સક્રિય કેસો છે. પીએમઓ તરફથી દરેક રાજ્યોના દવાના સ્ટોક અને સ્વાસ્થય સુવિધાઓ અંગે જાણકારી અપાઈ છે.બેઠકમાં પીએમ દ્વારા આદેશ અપાયા છે કે સ્વાસ્થ્ય સેવામાં સુધારો લાવવો તે આપણી પ્રાથમિકતા છે, રાજ્યોને તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન અપાશે.ખાસ કરીને રાજ્યોની બેઠકમાં કોરોના રસીકરણની ગતિમાં વધારો લાવવા સૂચન કરાયુ હતુ. બીજી તરફ પીએમ મોદી સમક્ષ અલગ-અલગદ રાજ્યોમાં થઇ રહેલા કોરોનાની કામગીરીને લઈને એક રિપોર્ટ રજુ કરાયો હતો.