દિલ્હીમા ઓકિસનની અછતના મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ પણ ચિંતા વ્યકત કરી ચુકી છે અને છેલ્લા એક સપ્તાહથી ઓકિસજનની અછતના કારણે કેટલાય દર્દીના મોત નીપજયા છે જેની ગંભીર નોધ પણ હાઈકોર્ટે લીધી છે દિલ્હી સરકાર વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલ ઓક્સિજન સપ્લાઈનો વિવાદ હવે પુરો થવાના આસારે છે. બુધવારે પ્રથમવાર કેન્દ્ર દ્વારા 730 ટન ઓક્સિજન દિલ્હી મોકલાયો છે. આ જથ્થો મળતાની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્ર લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. દેશમાં બુધવારે અહીં રેકોર્ડ 4 લાખ 12 હજાર 373 કેસ નોંધાયા હતા. આ એક જ દિવસમાં નોંધાયેલ કેસનો સૌથી મોટો આંક છે. નવા કેસો સાથે મૃત્યુની સંખ્યામાં વધારો થતાં લોકોની ચિંતા પણ વધી રહી છે. વધતા જતા કેસના પગલે હવે નવા નવા રાજય પણ પોતાની રીતે લોક ડાઉન લગાવી રહયા છે ઓરિસ્સા, કેરળ, યુપી, મહારાષ્ટ્ર વગેરે રાજયમાં અનેક નિયમોને વધુ કડક બનાવાયા છે. વિશ્વમાં કોરોનાને કારણે 14,278 લોકોનાં મોત થયાં. આમાંથી ફક્ત 3,979 મોત ભારતમાં થયાં છે. એટલે કે, વિશ્વમાં મહામારીને કારણે થયેલ દરેક ચોથુ મૃત્યુ ભારતમાં જ નોંધાયું છે.