નાણાંમંત્રીની જાહેરાત પછી સેન્સેક્સનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

 નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઘરેલું કંપનીઓ પર લાગતો કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરતા ભારતીય શેરબજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 1921 અંકના વધારા સાથે 38,014.32 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 2284.55 અંકનો વધારો જોવા મળ્યો હતો અને તે 38,378.02ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 569.40 અંક વધી 11,274.20 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે એક દિવસમાં વધારાનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો હતો. અગાઉ 18 મે 2009 એ સેન્સેક્સમાં 2,111 અંક અને નિફ્ટીમાં 713 અંકનો વધારો નોંધાયો હતો.

બજારમાં તેજી આવવાથી ઘરેલું રોકાણકારોને 6.83 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો. તેનાથી બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને 1,40,79,939.48 કરોડ રૂપિયા થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *