ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં શનિવારે રાત્રે આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ અને જાનમાલનું નુકસાન થયું છે.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. TRT વર્લ્ડ અનુસાર, ભૂકંપમાં સાત લોકોના મોત થયા છે અને લગભગ 440 લોકો ઘાયલ થયા છે. ખોય ઉપરાંત આસપાસના કેટલાંક શહેરોમાં આંચકા અનુભવાયા હતા. USGS એ કહ્યું કે ભૂકંપ 23:44:44 (UTC+05:30) પર આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ઈરાની સમાચાર એજન્સી અનુસાર, ભૂકંપના આંચકા જોરદાર હતા અને ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. પડોશી પૂર્વ અઝરબૈજાનની પ્રાંતીય રાજધાની તાબ્રીઝ સહિત અનેક શહેરોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખોય કાઉન્ટીમાં આવેલું એક શહેર છે અને ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતની રાજધાની છે.