તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને પગલે અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું કે તુર્કીના દૂરના વિસ્તારમાં 10 ભારતીય પણ ફંસાયા છે, જો કે તેઓ સુરક્ષિત છે જ્યારે એક લાપતા છે. આ અંગે પરિવારને જાણકારી આપવામાં આવી છે.
બુધવારે વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ જણાવ્યું કે અમે સમગ્ર મામલાને લઈને તુર્કીના અદાનામાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે. તેમણે કહ્યું કે જે એક ભારતીય ગુમ છે તેઓ બિઝનેસ મીટિંગ માટે ગયા હતા. અમે તેમના પરિવાર અને કંપનીના સંપર્કમાં છીએ.
સૌથી મોટી આપદા
સંજય વર્માએ જણાવ્યું કે 1939 પછી તુર્કીમાં આવેલી આ સૌથી મોટા કુદરતી આપદા છે. અમને સહાયતા માટે તુર્કી તરફથી એક ઈમેલ મળ્યો અને બેઠકના 12 કલાકની અંદર દિલ્હીથી તુર્કી માટે પહેલી SAR ઉડાન રવાના થઈ ગઈ. જે બાદ 4 એવી ઉડાન મોકલી જેમાં 2 NDRFની ટીમને લઈને જતી હતી અને 2માં મેડિકલ ટીમ હતી. ચિકિત્સા આપૂર્તિ અને ઉપકરણ લઈ જતું એક વિમાન સીરિયા પણ મોકલવામાં આવ્યું.
શું મુશ્કેલી પડી રહી છે?
સીરિયા અને તુર્કીમાં સોમવારે આવેલા ભૂકંપ બાદ ત્યાં ઠેકઠેકાણે વિધ્વંસતા જ જોવા મળી રહી છે. જેને લઈને બચાવ કામગીરી પણ ચાલી રહી છે પરંતુ બરફવર્ષાને કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. ભારતમાં તુર્કીના રાજદૂતે મંગળવારે જણાવ્યું કે દક્ષિણ-પૂર્વી તુર્કીમાં 14 મિલિયન વધુ લોકો પ્રભાવિત થયા છે, આ એક મોટી આપદા છે. 21,103 લોકો ઘાયલ છે, લગભગ 6000 ઈમારત પડી ગઈ છે. જ્યારે 3 એરપોર્ટ ક્ષતિગ્રસ્ત થયા છે.