રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત જમીયત ઉલમા-એ-હિન્દ (મદની જૂથ)ના વાર્ષિક સત્રમાં JUHના અધ્યક્ષ મહમૂદ મદની એ દેશમાં કથિત ઈસ્લામોફોબિયા અને ધાર્મિક પૂર્વગ્રહના મુદ્દાને ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ભારત તેમનો પણ એટલો જ છે જેટલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS પ્રમુખ મોહન ભાગવતનો. મદનીએ કહ્યું- ભારત અમારો દેશ છે. આ દેશ જેટલો નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતનો છે, એટલો જ આ દેશ મહમૂદનો પણ છે. ન મહમૂદ તેમનાથી એક ઈંચ આગળ છે, ન તો તેઓ મહમૂદથી એક ઈંચ આગળ. આ ભૂમિની વિશેષતા એ છે કે ઈસ્લામ પહેલા પયંગબરનું અવતરણ થયું. આ ભૂમિ ઈસ્લામની જન્મભૂમિ અને મુસ્લિમોની પ્રથમ માતૃભૂમિ છે. તેથી એમ કહેવું કે ઈસ્લામ ધર્મ જે બહારથી આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટું અને ઐતિહાસિક રીતે નિરાધાર છે.
મદનીએ વધુમાં કહ્યું- ઈસ્લામ આ દેશનો ધર્મ છે અને આ તમામ ધર્મોમાં સૌથી જૂનો પણ છે. ઈસ્લામના છેલ્લાં પયંગબર મુહમ્મદ તે ધર્મને પૂરો કરવા આવ્યા, જે ભારતમાં વિકસિત થયો… તેથી મને એ કહેવામાં કોઈ વાંધો નથી કે હિન્દી મુસલમાનો માટે ભારત સૌથી સારી જગ્યા છે, જે રીતે કોઈનું ઘર રહેવા માટે સૌથી સારું હોય છે તે પછી તે ગમે તેટલું જીર્ણ-શીર્ણ કેમ ન હોય. પોતાના પ્રસ્તાવમાં જેયૂએચએ મુસ્લિમ મતદાતાઓને રજિસ્ટ્રેશન કરવાનો અને મતદાનના મહત્વ પર જાગરુકતા ઊભી કરવાના નિર્દેશ આપ્યા.
એક એક વોટની કિંમત ખબર હોવી જોઈએ
JUH પ્રસ્તાવમાં મુસ્લિમોને વોટ આપવાના પોતાના અધિકારનો પ્રયોગ કરવાનો આગ્રહ કરતા કહ્યું કે કોઈ પણ લોકતાંત્રિક સમાજમાં મતની તાકાતને ઓળખવી મહત્વપૂર્ણ છે. એવા ઉદાહરણ છે જ્યાં માત્ર એક વોટના આધારે સરકાર બની અને બીજી સરકાર પડી ગઈ છે. આપણે એક વોટના મૂલ્યની કિંમત હોવી જોઈએ અને ઓળખ કરવી જોઈએ કે માત્ર એક વોટ આખી ચૂંટણી પ્રક્રિયાના સંતુલનને બનાવીને બગાડી શકે છે.
આપણા દેશમાં ધૃણા અને ધાર્મિક પૂર્વાગ્રહના પ્રભાવ
આ ઉપરાંત પ્રસ્તાવમાં મુસ્લિમોમાં મતદાનના મહત્વ પર જાગરુકતા અભિયાન, 18 વર્ષથી વધુ આયુના મતદાતાઓના રજિસ્ટ્રેશન, મતદાતાઓના બીજા મતદાન કેન્દ્ર પર જવાની સ્થિતિમાં તેમનું રજિસ્ટ્રેશન કરવું, મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનું સામેલ છે. જો કે સાથે એમ પણ સ્પષ્ટ કર્યું કે JUH કોઈ પણ રાજકય પક્ષનું સમર્થન કે વિરોધ નથી કરતું. આ ઉપરાંત જેએચયૂના પ્રસ્તાવમાં મદરસાઓમાં સરકારી હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો, જેને તાત્કાલિક બંધ કરવાની વાત કરવામાં આવી. સાથે જ દેશભરના મદરેસાઓને ધાર્મિક શિક્ષણ ઉપરાંત પોતાના પાઠ્યક્રમમાં આધુનિક શિક્ષણને સામેલ કરવાનો આગ્રહ કરાયો. તેમણે વધુમાં કહ્યું કે આજે આપણો દેશ ધૃણા અને ધાર્મિક પૂર્વગ્રહના પ્રભાવમાં છે. યુવાનોને રચનાત્મક કાર્યોમાં લગાડવાને બદલે વિનાશના ઔજાર તરીકે ઉપયોગ કરાય છે. આ ઉપરાંત મીડિયા આ તાકાતનો સૌથી મોટું સહયોગી છે જે ભડકાઉ અને નફરત ફેલાવે છે.
દેશની સુપ્રીમ કોર્ટની ચેતવણી છતાં ઈસ્લામ, ઈસ્લામી સભ્યતા અને સંસ્કૃતિ અને ખાસ કરીને ઈસ્લામના પયંગબર વિરૂદ્ધ નિરાધાર પ્રચારનું અભિયાન વધુ થાય છે. આવા તત્વોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે અને નફરત ફેલાવવા માટે છોડી દેવામાં આવે છે.