આજરોજ તા.12.02.2023 રવિવાર, સવારે 10:00 કલાકે ગાંધીનગર ખાતે ગુજરાત વહીવટી સેવા એસોિસએશન (સરકાર માન્ય)ની બેઠક યોજાયેલ હતી. બેઠકમા ગુજરાત વહીવટી સેવાના મોટા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્તિથ રહ્યા હતા. બેઠકના અધ્યક્ષ તરીકે રમેશભાઈ મેરજા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ ઉપસ્તિથ રહ્યા હતા.GASમાંથી IAS તરીકે પ્રમોશન મેળવેલા અધિકાઓનું આ બેઠકમાં પુસ્તક અને શાલ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું. GASમાંથી IAS નોમિનેશન મેળવેલ અધિકારોએ નવયુક્ત અધિકારીઓને પ્રેરક ઉદબોધન પણ આપ્યું હતું.એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. પ્રમુખ પદે કચ્છ જિલ્લામાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા મિતેષ પંડ્યાની વરણી કરવામાં આવી છે.મહામંત્રી તરીકે જસવંત જેગોડાની વરણી કરવામાં આવી છે.
બેઠકમાં અન્ય હોદ્દેદારો તરીકે ખજાનચી તરીકે શિવરાજ ગિલવા તથા ઉપપ્રમુખ તરીકે મીનાબેન જોશી, જીતેન્દ્ર વદર, સુભાષ સાવલિયા, દિપક સતાણી,પ્રશાન્ત માંગુડા,આસ્થા ડાંગર, પલક ત્રિવેદીની નિમણુક કરવામાં આવી છે.જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રિતેશ દવે, કુસુમબેન પ્રજાપતિ, કીર્તનબેન રાઠોડ,મહેન્દ્ર દેસાઈ, સુરજ બારોટ,રવિરાજ સિંહ પરમાર ની નિમણુક કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રમુખશ્રી એ ગુજરાત વહીવટી સેવા એસોસિએશન વધુ કાર્યદક્ષ રીતે કામગીરી કરશે તેવી લાગણી વ્યકત કરી હતી. ગુરાત વહીવટી સેવાના અધિકારીઓની ક્રેડિટ સોસાયટી અંગે પણ બેઠક માં ચર્ચા કરવામાં આવી.બેઠકના અંતે ભોજન સંભારમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.