આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલાં પાકિસ્તાન ઇન્ટરનેશન મોનિટરી ફંડ (IMF) પાસે મદદ માગવા માટે તેમની દરેક શરતને માનવા તૈયાર છે. પાકિસ્તાની સરકારે ફરી એકવાર વીજળીના ભાવમાં વધારો ઝીંક્યો છે. પાકિસ્તાની સરકારના કેબિનેટની આર્થિક સમન્વય સમિતિ (ECC)એ વીજળીના ભાવમાં 3.39 રૂપિયા પ્રતિ યૂનિટ સ્પેશિયલ ફાઇનાન્સિયલ સરચાર્જ લાગૂ કરવા મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન ખૂબ જ જલદી IMF પાસેથી 170 અરબ રૂપિયાની મદદ લેવા પ્રયત્નશીલ છે.
કેટલી કિંમત વધી
વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ 3.39 રૂપિયાનો સ્પેશિયલ એડિશનલ સરચાર્જ લાગૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત એક વર્ષ માટે પ્રતિ યુનિટ 3.21 રૂપિયા સુધી ત્રિમાસીક ટેરિફ એડજસ્ટમેન્ટ અને લગભગ 4 મહિના માટે 4 મહિના સુધી લંબાવેલી ફ્યૂલ કોસ્ટ એડજસ્ટમેન્ટ માટે કરાયેલી રજૂઆતને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત નાણા મંત્રી ઇશાક ડારની આગેવાનીમાં ECCની બેઠકમાં ઝીરો રેટેડ ઉદ્યોગો સાથે એક માર્ચથી ખેડૂત પેકેજ માટે વીજળીના ભાવમાં સબસિડીને બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાનની સરકારે IMFની શરતોને પૂરી કરવા માટે આ પગલાં ભર્યા છે.
ગયા મહિને પણ થયો હતો વીજળીના ભાવમાં વધારો
પાકિસ્તાનની જનતા મોંઘવારી સામે ઝઝૂમી રહી છે. એવામાં વીજળીના ભાવમાં વધારો થવાંથી તેમની મુશ્કેલી વધી છે. લોટ અને ડુંગળી જેવી દરરોજ ઉપયોગમાં આવતી વસ્તુઓ માટે પાકિસ્તાની લોકોએ કેટલાય ઘણી વધારે કિંમત ચૂકવવી પડી રહી છે. ખાવા-પીવાની વસ્તુ માટે પણ કેટલાય ઘણાં રૂપિયા ચૂકવીને જનતા કંગાળ થઈ ગઈ છે. આ પહેલાં પાકિસ્તાનના નેશનલ ઇલેક્ટ્રિક પાવર રેગ્યુલેટરી ઓથોરિટીએ કરાચી શહેરમાં વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ 3.30 રૂપિયનો વધારો કર્યો હતો.
અંધકારમાં ડૂબ્યા હતાં આ 30 શહેર
રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં અત્યારે કન્ઝ્યૂમર્સને અત્યારે 43 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે વીજળી મળી રહી છે. તેમાં અત્યારે કરાયેલાં વધારા પછી તેની કિંમત 46 રૂપિયા પ્રતિ યુનિટ કરતાં વધુ થઈ ગઈ છે. એક તરફ પાકિસ્તાનની જનતા લોટ અને દવા માટે કેટલાય ઘણી વધુ કિંમત ચૂકવી રહી છે. તેના પર વીજળીના ભાવ વધારો પણ હવે લોકોએ સહન કરવો પડી રહ્યો છે. ગયા મહિને વીજળીના સંકટને લીધે પાકિસ્તાને લગભગ 30 શહેર અંધકારમાં ડૂબી ગયા હતાં. નાણાકિય સંકટને લીધે પાકિસ્તાનને વિશ્વ બેન્ક ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) અને ઘણાં દેશ સામે આર્થિક મદદ માટે હાથ લાંબો કરવો પડી રહ્યો છે.
ભારત કરતાં કેટલાય ઘણી વધુ મોંઘી વીજળી
ભારતની તુલનામાં ચાર ઘણા વધારાની કિંમત વીજળી માટે પાકિસ્તાનની જનતાને ચૂકવવી પડી રહી છે. ભારતમાં રેસિડેન્શિયલ વીજળીનું બિલ લગભગ 9 રૂપિયા પ્રતિ યુનિટ છે. તો કોમર્શિયલ ઉપયોગ માટે વીજળીનો ભાવ 10 રૂપિયાથી 10 રૂપિયા પ્રતિ યુનિટ છે. એક તરફ પાકિસ્તાનની જનતા માટે દરરોજ નવા પડકાર સામે આવી રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાની સરકાર ઝટકા આપી રહી છે.