હિન્દી ફિલ્મોમાં જેલમા બંધ ગેંગસ્ટરને મળતી સુવિધાઓ જોઈએ ત્યારે ઘણાંને એ વાતો માન્યામાં નથી આવતી. ફિલ્મવાળા અતિરેક કરે છે એવું ઘણાંને લાગે છે પણ ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાં બંધ મઉના ધારાસભ્ય અબ્બાસ અંસારીની જેલમાં બેરોકટોક ચાલતી રંગરેલિયાંની કથા બહાર આવી પછી માનવું પડે કે, ફિલ્મોમાં સાવ ધૂપ્પલ નથી બતાવાતું.
અબ્બાસ અંસારી ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અને રાજકારણી મુખ્તાર અંસારીનો પુત્ર છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવી પછી માફિયા કમ રાજકારણીઓને વિણી વિણીને જેલમાં નાંખી દેવાયા છે. તેમાં મુખ્તાર અને તેના દીકરા અબ્બાસ બંનેનો નંબર લાગી ગયો છે.
અબ્બાસને ખંડણીના કેસમાં ચિત્રકૂટ જેલમાં બંધ રખાયો છે પણ તેના કારણે અબ્બાસને કોઈ ફરક જ નહોતો પડતો. અબ્બાસ જેલમાં બેસીને પોતાનું સામ્રાજ્ય તો ચલાવતો જ હતો પણ ઘરે રહેતો હોય એ રીતે જ રહેતો હતો. અંસારી પરિવાર મઉમાં રહે છે પણ તેની અબ્બાસ જેલમાં જતાં તેની પત્ની નિખત ચિત્રકૂટમાં જ મકાન ભાડે રાખીને રહેવા આવી ગયેલી. બોલીવુડની એક્ટ્રેસને પણ ટક્કર મારે એવી ખૂબસૂરત નિખત દરરોજ જેલમાં પતિ અબ્બાસને મળવા જતી ને બંને રંગરેલિયાં મનાવતાં. નિખત રોજ સવારે ૧૧ વાગ્યે અબ્બાસને મળવા પહોંચી જતી ને ચારેક કલાક રોકાઈને બપોરે ૩ વાગ્યે જેલની બહાર આવતી. બંને માટે જેલરની ઓફિસમાં જ બધી વ્યવસ્થા કરી દેવાયેલી.
નિખત અને અબ્બાસ કામલીલામાંથી પરવારે કે તરત જ તેમના માટે બહારથી ભોજન આવી જતું. ભોજન કર્યા પછી અબ્બાસ ખંડણીખોરી સહિતના ગેરકાયદેસર ધંધા માટે ફોન કરતો. નિખત નિકળે એ પહેલાં રંગરેલિયાંનો વધુ એક રાઉન્ડ થતો. આ બધી ગોઠવણ લાંબા સમયથી ચાલતી હતી પણ અબ્બાસે એક બિઝનેસમેનને ખંડણી માટે ફોન કર્યો તેમાં લોચો પડી ગયો.
બિઝનેસમેને ઉપર સુધી ફરિયાદ કરી તેમાં પોલીસ દોડતી થઈ ગઈ. અબ્બાસ પર વોચ રખાવા માંડી તેમાં નિખત સાથેની રંગરેલિયાં અને જેલમાંથી જ ગુનાખોરીનું નેટવર્ક ચલાવાતું હોવાની ખબર પડી.
પાકે પાયે માહિતી મળી પછી પોલીસ અબ્બાસ અને નિખતનો કંગ બરાબર જામ્યો હતો ત્યારે જ રંગમાં ભંગ પાડવા જેલમાં ત્રાટકી. પોલીસની જેલમાં એન્ટ્રી થઈ તેની ખબર અબ્બાસને પડી ગયેલી તેથી અબ્બાસ તો પોતાની કોટડીમાં જતો રહેલો પણ નિખત જેલરની ઓફિસમાંથી નિકળી ના શકી તેથી પકડાઈ ગઈ.
પોલીસે નિખતની તલાશી લેતાં તેની પાસેથી બે મોબાઈલ ફોન અને સાઉદી રિયાલ મળી આવ્યા છે.
આ સિવાય રોકડ રકમ અને સોનાના દાગીના પણ મળી આવ્યા. નિખત પણ અબ્બાસ અંસારીની પત્ની છે તેથી તેને શીખવવાનું ના હોય એ હિસાબે તેણે મોબાઈલ ફોનનો ડેટા ડીલીટ કરી નાંખેલો. તેના કારણે અબ્બાલ કોને ફોન કરતો કે શું વાત કરતો તેના વિગતો પોલીસને તાત્કાલિક નથી મળી પણ ફોરેન્સિક એ વિગતો શોધી રાખશે. જેલર સહિતના જેલના સત્તાવાળાની મહેરબાની સિવાય આ બધું ના ચાલતું હોય એ કહેવાની જરૃર નથી. જેલર સહિત જેલના કેટલાક કર્મચારીઓ અને પોલીસ મળીને સાત લોકોની ધરપકડ કરાઈ છે. નિખત તથા તેના ડ્રાઈવરને પણ અંદર કરી દેવાયાં છે.
નિખત સામે અબ્બાસને જેલમાંથી ભગાડી જવાનું કાવતરું રચવાનો આરોપ મૂકાયો છે. બીજા પણ ઘણા આરોપ મૂકાયા છે તેથી નિખત પણ જેલમાં છે. પત્નીધર્મ નિભાવીને પતિની જરૃરીયાતો પૂરી કરવાના ચક્કરમાં નિખત પણ જેલની હવા ખાતી થઈ ગઈ છે. પોલીસે તેની સામે આકરી કલમો લગાવી છે પણ અબ્બાસે કરેલી ચાલાકીના કારણે નિખતને કેટલો સમય જેલમા રાખી શકાશે એ વિશે શંકા છે.
નિખત રોજ ૧૧ વાગે જેલમાં આવતી ને સાંજે ૪ વાગ્યે બહાર નિકળી જતી. જેલ જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં આ સમય વીજળ કાપનો હોવાથી પાવર સપ્લાય બંધ રહેતો. આ કારણ સીસીટીવી પણ બંધ રહેતા તેથી નિખત જેલમાં આવે, જેલરની ઓફિસમાં પતિ સાથે કામક્રિડા કરે કે બીજું જે પણ કરે તેનું સીસીટીવીમાં રેકોર્ડિંગ જ નહોતું થતું. નિખતની જેલમાં મુલાકાતોના સીસીટીવી ફૂટેજ જ નથી. અબ્બાસ અંસારી પોતે એમબીએ થયેલો છે અને શૂટિંગ ચેમ્પિયન છે. ત્રણ વાર નેશનલ શૂટિંગ ચેમ્પિયન બનેલા અબ્બાસે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. હવે અબ્બાસ પોતાની બુધ્ધિનો ઉપયોગ પિતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવવા કરી રહ્યો છે. ચિત્રકૂટની જેલમાં પકડાવાય નહીં એ રીતે પત્ની સાથે રોજ મુલાકાતનો તખ્તો ગોઠવીને અબ્બાસે પાના અપરાધના બીજા પુરાવા પણ નહીં રહેવા દીધા હોય તેનો સંકેત આપી દીધો છે.
ખેર, નિખત સામે પુરાવા કઈ રીતે લાવવા એ પોલીસનું કામ છે પણ અબ્બાસ-નિખત કાંડે યુપીમાં શું સ્થિતી છે એ ફરી છતું કરી દીધું છે.
યુપીમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી મુસ્લિમ માફિયાઓને સીધા કરી દેવાયા છે અને હવે કોઈ ચૂં કે ચાં કરતું નથી એવા દાવા થાય છે.
અબ્બાસ-નિખતની કામલીલા આ દાવાના ધજાગરા ઉડાડનારી છે. અબ્બાસ જેલમા બેઠાં બેઠાં ક્રાઈમ નેટવર્ક ચલાવતો હતો ને તંત્ર તેમાં સાથ આપતું હતું તેનો અર્થ શો થાય એ કહેવાની જરૃર નથી. અંસારી પરિવારે જેલના સ્ટાફને નાણાં આપીને ખરીદી લીધેલો એવા આક્ષેપો થાય છે પણ જેલનો સ્ટાફ ખાલી પૈસાની લાલચમાં આવું પગલું ઉઠાવે એ વાતમાં માલ નથી.
મુખ્તાર અંસારી અને અંસારી પરિવારનો પૂર્વાંચલમાં ખૌફ હજુય યથાવત છે તેનો આ પુરાવો છે. અંસારી પરિવારની ઈચ્છાઓને તાબે નહીં થઈએ તો પતી જઈશું