નાગાસાધુઓની રવેડી બાદ શિવરાત્રિની પૂર્ણાહુતિ: મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે મેળો સંપન્ન

જૂનાગઢ ભવનાથમાં ઐતિહાસિક મહાશિવરાત્રી મેળો સંપન્ન થયોછે. લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં શિવરાત્રિની પૂર્ણાહુતિ થઈ છે. જૂનાગઢના મેળામાં ત્રણ દિવસો દરમિયાનના 11 લાખથી વધુ ભાવિકોએ મેળાનો ઉમટયા હતા. પરંપરા મુજબ શિવરાત્રિની રાત્રે રવેડીના દર્શન અને સંતોના શાહી સ્નાન સાથે મધરાતે મેળાનું સમાપન થયું હતું..ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ મંદિરના પૂજા કરું ભારતી આશ્રમ, અગ્નિ અખાડા, ગોરક્ષનાથ આશ્રમ, શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમમાં સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ભવનાથ શિવરાત્રીના મેળામાં મહાદેવના દર્શને આવેલા ભાવિક ભક્તો રવેડી નીકળે તે પહેલા જ કલાકો સુધી રોડની બંને સાઈડ બેસી ગયા હતા.રાતના 9:00 કલાકે જુનાગઢ સાધુ સંતો ના તમામ અખાડાઓ, સાધુ સંતો, નાગા સાધુઓ મહામંડલેશ્વરો એ દ્વારા પૂજા અર્ચના વિધિવત રીતે રવેડીની શરૂઆત કરી હતી. રવેડી ભવનાથ ક્ષેત્રના અલગ અલગ રૂટ પર નીકળી હતી. ત્યારબાદ ભવનાથ ખાતે રવેડી પરત ફરી હતી અને જ્યાં સાધુ ગણના અધ્યક્ષ હરીગીરીજી મહારાજ દ્વારા ભવનાથ મંદિર ખાતે મહાદેવની આરતી કરવામાં આવી હતી.ત્યારબાદ નાગા સાધુઓ અને મહામંડલેશ્વરો દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરાયુ હતુ. .નાગા સાધુઓ દ્વારા રવેડીમાં અલગ અલગ પ્રકારના અંગ પ્રદર્શનો કર્યા હતા જેમાં લઠ્ઠબાજી,પટ્ટા બાજી,તલવારબાજી કરી હતી.છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે બંધ રહેલા શિવરાત્રી મેળા બાદ આ વર્ષે વિક્રમ સર્જક સંખ્યામાં શિવરાત્રી મેળાને લોકોએ મન ભરીને માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *