ભારતીય એથિકલ હેકર અને એપ સિક્યોરના ફાઉન્ડરે ફરી એક વાર ઉબરના બગને આઈડેન્ટિફાય કરીને ઇનામ અને પ્રસિદ્ધિ હાંસલ કરી છે. આનંદ પ્રકાશે થોડા દિવસ અગાઉ તેમની વેબસાઈટ પર આ બેગ વિશે માહિતી શેર કરી હતી. તેમની વેબસાઈટ પર ઉબર એકાઉન્ટને કેવી રીતે હેક કરી શકાય તેની જાણકારી આપી હતી.
આ જાણકરી તેમણે શેર કરતા જ Uber કંપનીએ આનંદને આશરે 4.61 લાખનું ઇનામ આપ્યું છે. આ પહેલાં પણ આનંદે 2017માં ઉબરમાં બગ શોધીને કેવી રીતે અનલિમિટેડ રાઈડ કરી શકાય છે તેની જાણકારી આપી હતી. આનંદે તેમના ટ્વિટર પર પણ આ માહિતી શેર કરી હતી.