તેલંગાણા દુષ્કર્મ / ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

હૈદરાબાદ: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય વેટરનરી ડોક્ટર સાથે ગેગરેપ અને હત્યાના મામલામાં એફઆઈઆર નોંધવામાં બેદરકારી રાખવામાં આવી હતી. મામલામાં શનિવારે ત્રણે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ડોક્ટર સાથે 25 નવેમ્બરની રાતે સામુહિક દુષ્કર્મ થયું. પછીના દિવસે અડધું સળગેલી હાલતમાં શબ મળ્યું હતું. ઘટના બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. જ્યારે ઓડિશાની ભુવનેશ્વર અને કટક પોલીસે એડવાઈઝરી બહાર પાડી મહિલાઓને અપીલ કરી છે કે તેઓ અજાણીયા વ્યક્તિઓ સાથે વાત ન કરે. સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જાનરે કહ્યું, સબ-ઈન્સપેક્ટર એમ રવિ કુમાર, હેડ કોન્સ્ટેબલ પી વેણુ ગોપાલ રેડ્ડી અને એ સત્યનારાયણ ગૌડને મામલાની તપાસ બાદ અગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઘટનાઓ સાંભળીને દુ:ખ થાય છેઃ પ્રિયંકા

પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે દોષીઓને ફાંસીની સજા મળવી જોઈએ. આ ઘટના સભ્ય સમાજ માટે શરમજનક છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું દેશમાં થઈ રહેલી રેપ અને હત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય છે. ઘટનાઓને સાંભળીને દુ:ખ થાય છે. તેને વ્યક્ત કરવા માટે શબ્દ નથી. આપણે એક સમાજ તરીકે તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *