દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતના વિદ્યાર્થીઓએ એક બુકે આપવા જઈ રહ્યા છે અને આ બુક કોઈ સામાન્ય ફૂલનું નથી પરંતુ આ બુકે વિદ્યાર્થીઓએ 151 જેટલા 24 કેરેટ ગોલ્ડ પ્લેટ રોઝ થી શણગારવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના એક ગ્રુપે પોતાની પોકેટમનીમાંથી આ બુકે તૈયાર કરાવ્યું છે અને તેઓ આ બુકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવા જઈ રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિદ્યાર્થીઓની હમેશા ચિંતા કરતા હોય છે અને તેઓ વિદ્યાર્થીઓ સાથે તેઓનું એક ખાસ કનેક્શન રહ્યું હોય છે. પરીક્ષા પહેલા પણ પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી પરીક્ષાનું ટેન્શન હળવું કરતા હોય છે ત્યારે આ વેલેન્ટાઇન ડે પર સુરતના વિદ્યાર્થીઓનું એક ગ્રુપ પીએમ મોદીને આભાર સ્વરૂપે એક અનોખું બુકે આપવા જઈ રહ્યા છે સુરતના ઑરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 5, 50 કે 100 નહીં પરંતુ 151 ગોલ્ડ પ્લેટડ રોઝનું ખાસ બુકે તૈયાર કરાવડાવ્યું છે.
વિદ્યાર્થીની મહેક માંધનાએ જણાવ્યું હતું કે આ વેલેન્ટાઇન ડે અમારા ગ્રુપે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક ધન્યવાદ સ્વરૂપે આ બુકે તૈયાર કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદી જે હિસાબે દિવસ રાત દેશ માટે મહેનત કરી રહ્યા છે દેશને નબર 1 બનાવવાની તેઓની જે કોશિશ છે ત્યારે દેશના યુવા તરફથી અમે ધન્યવાદ કરવા માંગીએ છીએ, તેઓની કોશિશ અને કામ નિરંતર યોગ દાન અમને દેખાય છે તેને બિરદાવવા માટે અમારા ગ્રુપે અમારી પોકેટ મની માંથી આ બુકે તૈયાર કરાવ્યું છે.
વિદ્યાર્થીઓના આ ખાસ ઓર્ડરને ધ્યાનમાં રાખી જ્વેલર્સ દ્વારા પણ આ ખાસ બુકે ટૂંક સમયમાં બનાવવાનું નક્કી કર્યું હતું. દિપક ચોકસીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પોતાની લાગણી દર્શાવી હતી કે તેઓ પીએમ મોદી માટે એક ખાસ ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે આપવા માંગે છે. જેથી તેમની આ લાગણી જોઈ અમે પણ ઓર્ડર લીધો હતો.
એટલું જ નહીં અમે બુકે તો તૈયાર કર્યું જ અને તમામ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ પોતાના હાથથી આ બુકેમાં એક- એક ગોલ્ડ પ્લેટેડ રોઝ મૂકે. જેથી તેમની લાગણી આ બુકેમાં પીએમ મોદીને નજર આવે. આ બુકે ની ખાસિયત છે કે ભલે આ લાખો રૂપિયાનું હોય પરંતુ તેમાં વિદ્યાર્થીઓની પીએમ પ્રત્યે ભાવના સ્પષ્ટ નજર આવશે છે.