અબુધાબીનું પ્રથમ હિન્દુ મંદિર:900 કરોડના ખર્ચે મંદિર નિર્માણ

વિશ્વની ધરતી પર અનેક હિંદુ મંદિરો બન્યા છે પણ 15 લાખની વસતી ધરાવતતા દેશ અબુબાધી યુએઈમાં સૌથી મોટુ મંદિર બનવા જઈ રહ્યુ છે. આશરે 33 લાખ ભારતીયો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની જશે.આ મંદિરનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(પીએપીએસ) કરાવી રહી છે. આ મંદિર અક્ષરધામ મંદિરની જેમ બનાવાશે. જોકે આકારમાં તે દિલ્હીના અક્ષરધામ મંદિરથી નાનું હશે. ઉલ્લેખનીય છે કે દુબઈમાં બે મંદિર(શિવ અને કૃષ્ણના) અને એક ગુરદ્વારા છે. અબુધાબીના મંદિરમાં આશરે 5000 ટન ઈટાલિયન કેરારા માર્બલનો ઉપયોગ થશે. મંદિરમાં પથ્થર અને કલાકૃતિઓનું નક્શીકામ રાજસ્થાન અને ગુજરાતમાં ચાલી રહ્યું છે. મંદિરનો બહારનો હિસ્સો આશરે 12,250 ટન ગુલાબી બલુઆ પથ્થરથી બનશે. અત્યાર સુધીમાં અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બની રહ્યું છે. 16.7 એકરમાં બની રહેલા મંદિર પરિસરમાં 450 મિલિયન દિરહમ(આશરે 900 કરોડ રૂપિયા) ખર્ચ થવાનો છે. લગભગ 2023 સુધીમા આ મંદિર નિર્માણકાર્ય પૂરું થઈ જશે આ ભ્વ્ય મંદિરમાં 2000થી વધુ કલાકૃતિઓ લગાવાશે. 3000થી વધુ મજૂરો અને શિલ્પકારો તેના માટે કામ કરી રહ્યા છે. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *