અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વગર ડીગ્રીએ કલીનીક ચલાવતા એક તબીબને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ઝડપી પાડયો છે. બિહારની આયુર્વેદિક ડિગ્રી છતાં ‘રોગો કા દુશ્મન’ નામે ક્લિનિક ચલાવી વટવામાં 10 વર્ષથી એલોપેથીની પ્રેક્ટિસ કરતાં ડો શિવ પ્રસાદ શર્માનુ દવાખાનું પણ તાત્કાલિક સીલ કરી દીધું છે કહેવાતા ડો શિવપ્રસાદ પાસે બિહારની આયુર્વેદની ડિગ્રી હતી પરંતુ એલોપથીની ડીગ્રી નહોતી. આમ છતાંય વટવામાં 10 વર્ષથી એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો.તેની પાસેની ડીગ્રીની તપાસ કરતાં ડો. શિવપ્રસાદ પાસે ગુજરાત કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન પણ ન હતું.છેલ્લા કેટલાંય સમયથી ડો. શિવપ્રસાદ એલોપેથીની પ્રેક્ટિસ કરીને દર્દીઓને ઇન્જેકશન આપતો હતો અને અલગ અલગ બોટલ ચઢાવતો હતો.