અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે બીજી તરફ કોરોના વચ્ચે કેટલાક હુક્કાની મહેફિલ માણી રહ્યા છે. પોલીસે જુહાપુરામાં 7 નબીરાઓને હુક્કાની મહેફિલ માણતા ઝડપી લીધા છે. પોલીસને જાણ થતા જ પોલીસે રેડ કરી 11 લોકો સામે ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી ચાર સગીરો સામે કાર્યવાહી કરી છે.જુહાપુરામાં આવેલી પ્રાચીના સોસાયટીમાં રહેતો અદનાન ગાંધીએ તેના જ ઘરમાં હુક્કા બાર શરૂ કરી દીધું હતું. પકડાયેલા અદનાન ગાંધી, અયાન નિલગર, અબુતુરાબ પઠાણ, મહોમદ ઝેઇદ પઠાણ, આદિલ ખત્રી, ઝેઇદ વોહરા, મુબિન સૈયદ નામના સાત પકડાયેલા આરોપીઓ અને અન્ય ચાર સગીર લોકો હુક્કાની મહેફિલ માણતા હતા. પકડાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી અદનાન ગાંધી જુહાપુરાની પ્રાચીના સોસાયટીમાં રહે છે અને તે જ આ ઘરમાં હુક્કા બાર ચલાવતો હતો. આઇપીએલ મેચની સાથે જ હુકાની પણ સુવિધા પુરી પડાતી હતી.