ઓઢવમાં પાંચ લાખની લૂંટ કરીને ફરાર આરોપી ઝડપાયો

શહેરમાં દિવાળી આવે તે પહેલાં જ તસ્કરોએ માથુ ઉચક્યું છે. બે દિવસ દરમિયાન વસ્ત્રાપુરમાં રસ્તો પૂછવાના બહાને યુવાનને માર મારી લૂંટી લેવાના બનાવ બાદ ગઇકાલે ઓઢવમાંથી રૂપિયા પાંચ લાખ ભરેલી બેગ છીનવી બે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. બન્ને લૂંટારું નરોડામાં આવી અંધારામાં પૈસાની વહેંચણી કરી રહ્યાં હતા ત્યારે જ નરોડા પોલીસ ત્રાટકી હતી. ત્યારે અંધારાનો લાભ લઇ એક આરોપી પલાયન થઇ ગયો હતો. જોકે, અન્ય એક આરોપીને પોલીસે પુરેપુરા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઓઢવ વિસ્તારમાં આવેલા બિલેશ્વર એસ્ટેટમાં ફેકટરી ધરાવતા રાકેશ તિવારી આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને મોટર સાયકલ પર પાંચ લાખ લઇ જઈ રહ્યા હતા. તે દરમિયાન વિરાટનગર પાસે બાઈક પર આવેલા બે યુવકોએ રૂપિયા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન નરોડા પોલીસ મથકમાં ડી સ્ટાફમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે દેવનંદન સંકલ્પ સિટી ટીપી રોડની બાજુમાં અંધારામાં બન્ને શખસ ભાગ્યા હતા. જેથી પોલીસે દોડી એકને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 5 લાખ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા આરોપીઓએ ઓઢવમાં પાંચ લાખની લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે ઉત્કર્ષ ડાંગીને ઝડપી લઇ ઓઢવ પોલીસને સોંપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *