વેપારીના આપઘાત કેસમાં બિલ્ડરના આગોતરા જામીન ફગાવ્યા

સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ગત વરસે નવેમ્બરમાં કરેલા આપઘાતમાં કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બિલ્ડર મનોહર પટેલના આગોતરા જામીન ફગાવ્યાં છે. બિલ્ડર મનોહર પટેલ કોર્ટમાં અરજી કરીને ધરપકડની દહેશત વ્યકત કરીને આગોતરા જામીનની માંગ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા અવલોકન કર્યુ છે કે વેપારીની સુસાઈડ નોટ મળી આવી છે જેમાં મનોહર પટેલનુ નામ છે. આપઘાત કરવા માટેની દુષ્પ્રેરણાનો ગુનો કલમ 306 હેઠળ નોધાયો છે. આવા કેસમાં આગોતરા આપી શકાય નહી. દહેગામના બિલ્ડર મનોહર પટેલ ને ઉછીના આપેલા 60 લાખ પરત ન આપતા આપઘાત કરવાની નોબત આવી હતી. વેપારીએ લખેલી સુસાઈડ નોટ તેમના પુત્ર સિધ્ધાર્થને મળી આવતા રહસ્ય પરથી પરદો ખુલી ગયો છે. દહેગામના બિલ્ડરે સ્કીમના રોકાણ કરવા સેેટેલાઈટના વેપારીએ આપેલા રુપિયા 60 લાખમાંથી બિલ્ડરે એક પણ રુપિયાનુ વળતર નહી આપતા આર્થિક ભિસમાં આવી ગયેલા વેપારીએ નવેમ્બરમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમણે લખેલી સુસાઈડ નોટ હાલમાં પરિવારને મળતા તેને આધારે સેટેલાઈટ પોલીસે દહેગામના બિલ્ડર વિરુધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોધી તપાસ શરુ કરી છે. સેેટેલાઈટ રામદેવનગર રેવતી ટાવરના ભાડાના મકાનમાં રહેતા યજ્ઞેશભાઈ પંચાલે ગત તા.11 નવેમ્બર 2020ના રોજ ગળેફાંસો ખાઈ લીધો હતો. તાજેતરમા યજ્ઞેશભાઈના દિકરા સિધ્ધાર્થે ઘરમાં તપાસ કરતા ટેબલ પર પડેલા ચોપડામાંથી યજ્ઞેશભાઈે હાથે લખેલી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેમણે લખ્યુ હતુ કે મનોહર ભાઈ અરજણભાઈ પટેલ ( મનોહર ફાર્મ દહેગામ ) ની સ્કીમમાં તેમણે 60 લાખ રોકયા હતા પરતુ મનોહરભાઈએ આ રુપિયા પરત ન આપતા આપઘાત કરી લીધો હતો. આ ચીઠ્ઠી સિધાર્થે પોલીસને સોંપી હતી પોલીસે સિગન્ચેર એક્સપર્ટ પાસે ખરાઈ કરાવતા આ સુસાઈડ નોટ યજ્ઞેશભાઈએ જાતે જ લખી હતી આ ચી્ઠીના આધારે પોલીસે મનોહરભાઈ સામે ગુનો નોધ્યો છે

યજ્ઞેશભાઈએ આપઘાત કરતા પહેલા ચીઠ્ઠીમાં શું લખ્યુ છે

શ્રી મનોહરભાઈ……જુલાઈ 2019માં આપણે થયેલા હિસાબ પછી આપની સ્કીમમાં રોકવા માટે 60 લાખ રોકડા આપને આપેલા, તે બને ત્યારે મારા પુત્ર સિધ્ધાર્થને યોગ્ય વ્યાજ સાથે ચુકવી આપવા વિનતી. વધુ ન લખતા આપને પણ પુત્ર છે તે મારા પુત્રને આ રકમ ચુકવી આપશો એવી આગ્રહ ભરી વિનતી છે. સૌનુ કલ્યાણ થાય તેવી શુભેચ્છા થાય તેવી . આપનો યજ્ઞેશ પંચાલ.. જેની પાસે રુપિયા માગુ છે તેમણે સમયસર મને આપ્યા હોત તો … જેની પાસે કાયદેસર રકમ માગુ છે તે વાયદા બતાવે છે.. નાના નાના લોકોને મારે આપવાના છે. તેમનીસામે શરમિંદી અનુભવુ છુ. આથી કટાળીને આ પગલુ લઉ છુ. ફેબ્રઆરી 2020થી એક રુપિયો આવ્યો નથી, ઉછીના પણ કેટલા માંગુ ?..રોજ 100-200ની મદદ મળતી, મકાન માલિક ઘરને તાળુ મારી જાય છે હમણા રુપિયા આવવાની કોઈ આશા નથી જાન્યુઆરી 21 સુધી કેેમ ચલાવવુ.. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *