અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા જોગેશ્વરી રોડ પર એક શખ્સે હોમગાર્ડ રવિ પટેલ અને લોકરક્ષક દળનાં જવાન બળદેવસિંહ પઢારિયા પર છરીના ઘા મારી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હોમગાર્ડના જવાન રવિ પટેલનું મોત થયું છે. જ્યારે LRD જવાનને ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે જો કે આ બનાવમાં સૌથી મોટી વાત એ છે કે હુમલો કરીને હોમ ગાર્ડની હત્યા કરનારો સુનિલ ક્રિશ્યન નામનો આરોપી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો છે. હુમલા શા માટે કરવામાં આવ્યો અને શા માટે તે જાતે જ હાજર થઈ ગયો તે અંગે હાલ પોલીસ પુછપરછ કરી રહી છે