સ્વામિનારાયણ મંદિરમાં કુદરતી ફૂલોમાંથી રંગ બનાવીને ધૂળેટી

સમગ્ર રાજયમાં ઘુળેટીનો પર્વ ઉજવાયો. પાર્ટી પ્લોટમાં કલરથી તો મંદિરોમાં ફુલ ડોલ ઉત્સવ યોજાયો જેમાં હજારો ભક્તો ભકિતના રંગે રંગાઈ ગયા. અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં ફૂલોમાંથી રંગ બનાવીને ધુળેટી રમવામાં આવે છે જેમાં મોટી પિચકારીના રંગથી હાજર ભક્તો રંગાઈને ધન્યતા અનુભવે છે .અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 198 વરસથી ફૂલોના રંગોમાંથી હોળી રમવામાં આવે છે. મંદિરના પૂજારી લોકો પર એકસાથે રંગોનો વરસાદ કરે છે. ગત વરસે અહીં 2000 કિલો ફૂલોમાંથી રંગ બનાવાયો હતો અને દસ હજારથી વધુ ભક્તોએ આ પર્વ માણ્યો હતો. ખાસ કરીને મંદિરમાં યોજાતી ધુળેટીમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ જ કરાય છે. અમદાવાદના કાલુપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર એ શ્રી નરનારાયણદેવ ગાદીનું વડુંમથક છે. અહીં ખુદ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી શ્રી નર અને નારાયણ દેવની મૂર્તિ સ્થાપિત છે. બ્રિટિશકાળમાં નિર્મિત આ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયનું બનેલું વિશ્વનું સૌપ્રથમ મંદિર છે. જે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલુ છે અંહીનુ બાંધકામ ઐતિહાસિક ગણાય છે અલગ અલગ કોતરણીથી અનેક સ્તંભો બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *