અમદાવાદમાં પ્રથમ વખત પોલીસ મથકમાં આઇસોલેશન રૂમ

અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે તબીબોની સાથે સાથે પોલીસ પણ સંકમિત થઈ રહી છે આવા સંજોગોમાં અમદાવાદ શહેરમાં સૌપ્રથમ વખત એક નવતર પ્રયોગ શરુ કરાયો છે પુર્વ વિસ્તારમાં આવેલા રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં 5 નોર્મલ આઇસોલેશન બેડ અને 2 ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે.

રામોલ પોલીસ મથકમાં આઈસોલેશન રુમ- ડોક્ટર ત્રણ વખત વિઝિટ કરશે, નાસ્તા-જમવા સહિતની તમામ વ્યવસ્થા કરાઈ

ઓકસિજન ટેન્કની પણ વ્યવસ્થા ઉભી કરાઈ

ફરજ દરમ્યાન પોલીસકર્મીને કોરોનાની અસર થતાં તે ઘરે આઇસોલેશનમાં ના રહી શકવાની સ્થિતિમાં ન હોય તો અહી બનાવેલા રુમમાં રહી શકશે. આઈલોલેશનની સાથે સાથે ઈમરજન્સીના ભાગ રુપે 2 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ હતી.અહીયા દિવસ દરમિયાન ડોક્ટર 3 વખત વિઝિટ કરશે. અહીયા પોલીસકર્મીઓ આઇસોલેશનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ સુવિધા છે. અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે સ્થિતિ બગડી રહી છે. મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ચુકી છે ત્યારે અમદાવાદ પોલીસની આ પહેલ ઘણે અંશે આર્શીવાદ રુપ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *