ALLU ARJUN થયો કોરોના સંક્રમિત, જાતને કર્યો ક્વૉરન્ટીન

દેશ આખામાં કોરોના વાયરસ નો કહેર મચ્યો છે. મહારાષ્ટ્રમાં તો આ મહામારીનાં હાલ બેહાલ છે. સામાન્ય લોકોથી માંડી બોલિવૂડ સ્ટાર્સ સુધી એક બાદ એક સૌ કોઇ આની ચપેટમાં આવી રહ્યાં છે. આ વચ્ચે સાઉથ સુપરસ્ટાર્ અલ્લૂ અર્જુન પણ કોરોના સંક્રમિત શિકાર થયો છે. આ વાતની જાણકારી ખુદ અલ્લૂ અર્જુને તેનાં સોશિયલ મીડિયા પેજ પર આપી છે.અલ્લૂએ મેસેજમાં લખ્યું છે કે, ‘સૌને નમસ્કાર! મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મે મારી જાતને અલગ કરી લીધી છે. હું તે તમામ લોકને અનુરોધ કરુ છુ કે, જે પણ મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ તેમનું ધ્ાયન રાખે અને તેમનો ટેસ્ટ કરાવી લે. હું મારા તમામ શુભચિંતકો અને ફેન્સને અનુરોધ કરું છું કે, તેઓ ચિંતા ન કરે કારણ કે મારું ઇલાજ ચાલુ જ છે. ઘરે રહો, સુરક્ષિત રહો..’ અલ્લૂનાં ફેન્સ અને ફેમીલી, ફ્રેન્ડ્સ તમામ તેનાં જલ્દી સાજા થવાની કામના કરી રહ્યાં છે. .અલ્લૂ અર્જુને ટ્વિટ કરીને આ વાતની માહિતી તેનાં ફેન્સને આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *