AMAનો CMને પત્ર હોસ્પિટલોને ઓક્સિજન આપો નહીંતર મૃત્યુદર હજુ વધશે’

ગુજરાતની સાથે દેશભરમાં કોરોનાથી સ્થિતિ ગંભીર બની છે. તેમાં અમદાવાદ શહેર પ્રથમ છે. હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ શહેરમાં ડોક્ટરો ઓક્સિજનની અછતથી દર્દીઓની સારવાર કરવા લાચાર બન્યા છે. આ સમયે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરાઈ છે કે હાલની સ્થિતિમાં ઓક્સિજન સપ્લાયનો 100 ટકા જથ્થો હેલ્થ સેક્ટરને પૂરો પાડવામાં આવે નહીંતર શહેરના મૃત્યુદરમાં હજુ પણ વધારો થઈ શકે છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. કિરીટ ગઢવી, સેક્રેટરી ડો. ધીરેન મહેતા તથા પૂર્વ પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક ઓક્સિજન સપ્લાય આપવા માટે વિનંતી કરાઈ છે. તેમનુ કહેવુ છે કે દેશભરમાં કોરોના વાયરસની મહામારીથી સ્થિતિ ગંભીર છે, જેમાંથી આપણું અમદાવાદ પણ બાકાત નથી. એક એસોસિએશન તરીકે અમે મેડિકલ સમાજનું પ્રિતિનિધિત્વ કરતા તમને તાત્કાલિક ઓક્સિજન સપ્લાયની અછતના મામલામાં ધ્યાન આપવા વિનંતી કરી રહ્યા છીએ. દરેક હોસ્પિટલમાં દર્દીને ત્યારે જ દાખલ કરાયે છે જ્યારે ઓક્સિજન લેવલ ઓછું થાય. પરંતુ કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે ડોક્ટર્સ દર્દીઓની સારવાર કરવામાં અસમર્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *