AMC પાસે ખાનગી હોસ્પિટલોને આપવા દૈનિક 10 હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક

ગુજરાતમાં મોટી માત્રામાં રેમડેસિવિરની માંગ ઉઠી રહી છે દરરોજ નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યાં છે . 1થી 13 એપ્રિલ દરમિયાન રાજ્યમાં 4 લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા હોવાનો AMCએ દાવો કર્યો છે. જેમાંથી અમદાવાદમાં કોવિડ હોસ્પિટલોમાં 24,962 જેટલા રેમડેસિવિર આપવામાં આવ્યા હોવાનો દાવો છે. આ ઉપરાંત 10,000 ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિને આપવા સ્ટોકમાં હોવાની વાત કહી છે. એકલા અમદાવાદ શહેરમાં 11 સરકારી અને 151 ખાનગી હોસ્પિટલો, 103 નર્સિંગ હોમ્સ અને 21 કોવિડ કેર સેન્ટરો મળીને 13,142 બેડ કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવાર માટે નિયુક્ત કરાયા છે. જયારે 1820 સંજીવની હોમ કેર વાન અને 190-104 ક્વિક રિસ્પોન્સ મેડિકલ ટીમો અનુક્રમે હોમસાઈસોલેટેડ કોવિડ દર્દીઓ અને શંકાસ્પદ કોવિડ દર્દીઓની સાર-સંભાળ રાખવા માટે કાર્ચરત છે. બીજી તરફ 550થી વધુ સ્થળોએ ઓપીડી સેવાઓ પ્રદાન કરવા માટે 145 ધનવંતરી મોબાઈલ મેડિકલ વાન પણ દોડી રહી છે. સંજીવની હોમ કેર વાન, 104-સેવા, ધનવંતરી રથ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ શહેરમાં દર 0.2 ચોરસ કિ.મી. પર મેડિકલ વાન ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *