મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના નાગરિકોની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨ અન્વયેની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

 રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨ હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે. 

 મુખ્યમંત્રીશ્રી સમક્ષ આવી અરજીઓ ઓફલાઇન પણ સ્વીકારવા માટેની નાગરિકોની મળેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા શ્રી ભુપેન્દ્ર પટેલે આ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *