અર્શદીપ સિંહે ફરી એકવાર નો બોલના કારણે બનાવ્યો શરમજનક રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સીરીઝ અંતર્ગત પહેલી મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ T20Iમાં ભારતને 21 રને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાને મળેલી હારને કારણે ફરી એકવાર ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટ્રોલર્સના નિશાને છે.

અર્શદીપ સિંહ પોતાની પ્રથમ 3 ઓવરમાં એકપણ નો બોલ નાખ્યા વગર 24 રન આપીને સારી એવી બોલિંગ કરી હતી. પરંતુ જ્યારે કેપ્ટન હાર્દિક પાંડ્યાએ અર્શદીપ પર ભરોસો મૂકીને તેને 20મી ઓવર ફેંકવા માટે બોલાવ્યો ત્યારે તે તેના ભરોસા પર ખરો ન હતો ઉતર્યો. તેને તેની ઓવરની શરુઆત જ નો બોલથી કરી હતી. અને છેલ્લી ઓવરમાં કુલ 27 રન આપી દીધા હતા.

છેલ્લી ઓવરમાં ડેરેલ મિચેલે સળંગ 3 બોલ પર 3 સિક્સ ફટકારીને ભારતીય ટીમને બેકફૂટ પર મોકલી દીધી હતી. છેલ્લા 3 બોલ પર અર્શદીપે 4 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે આ ઓવરમાં કુલ 27 રન આપી દીધા હતા. તેને 4 ઓવરમાં કુલ 51 રન આપી દીધા હતા.

અર્શદીપ સિંહના T20I કરિયરનો આ બીજો સૌથી મોંઘો સ્પેલ હતો. આ પહેલા તેને ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટીમાં T20I મેચમાં 62 આપ્યા હતા. જે બાદ તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ટોસ જીતીને કેપ્ટન હાર્દિક પાંડ્યાએ પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા કૉનવે અને મિચેલની હાફસેન્ચુરીની મદદથી 6 વિકેટ ગુમાવીને 176 રન કર્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 155 રન જ કરી શકી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 50 રન જ્યારે સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 47 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલે ચાર ઓવરમાં માત્ર 11 રન આપીને બે વિકેટ લીધી. માઈકલ બ્રેસવેલ અને લોકી ફર્ગ્યુસને પણ બે-બે વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *