આશાપુરા માતા કચ્છ જીલ્લામા બિરાજમાન છે કચ્ચના પ્રમુખ દેવી-દેવતાઓમાંના એક છે. કરોડો ભકતો દર વરસે પદયાત્રા કરીને માતાના મઢ આવે છે. માતાના મઢમાં આવેલા આશાપુરા માતાજી દેવી છે જે તેમના પર શ્રદ્ધા ધરાવનારા અને પૂજનારાઓની ઇચ્છાઓ અને ઇચ્છાઓ પૂરી કરે છે એવી માન્યતા છે. આશાપુરા માતાની મોટાભાગની મૂર્તિ વિશેની વિશિષ્ટ વસ્તુ એ છે કે તેમાં આંખની ૭ જોડીઓ હોય છે. . રાજસ્થાન અને ગુજરાતમાં અમુક લોકો આશાપુરા માતાજીને અન્ન્પૂર્ણા દેવીનો અવતાર પણ માને છે. ઘણાં કચ્છી સમુદાયો તેમને કુળદેવી માને છે જેમકે ચૌહાણ, જાડેજા, રાજપૂત, કચ્છ રજવાડું, નવાનગર રજવાડુ, રાજકોટ, મોરબી, ગોડલ, ધ્રોલ ના રાજવંશો માતા આશાપુરાને કુળદેવી માને છે આશાપુરા દેવીનું મુખ્ય મંદિર કચ્છમાં આવેલા માતાના મઢમાં આવેલુ છે જયાં દર વરસે લાખો લોકો દર્શને આવે છે.
માતાના મઢમાં કચ્છના જાડેજા શાસકોની કુળદેવી અને પ્રદેશના મુખ્ય પાલક દેવતા તરીકે તેની પૂજા થાય છે. કચ્છના ગોસર અને પોલાડીયા સમુદાયો તેમને કુળદેવી માને છે. સિંધિ સમુદાયના ખીચડા કુળના લોકો આશુપુરા માતાની કુળદેવી તરીકે પૂજા કરે છે. ગુજરાતના જુનાગઢના દેવચંદાની પરિવાર તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. જુનાગઢમાં ઉપરકોટની બાજુએ હાલમાં તેમનું મંદિર છે. ગુજરાતમાં પણ ઘણા ચૌહાણ,તરાળ(ઠાકોર), પુરબિય જેવા બારીયા રજપૂતો પણા તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. દેવડા રાજપુતો પણ તેમને કુળદેવી તરીકે તેની પૂજા કરે છે. બ્રહ્મ ક્ષત્રિ જાતિ પણ તેમની કુળદેવી તરીકે ઉપાસના કરે છે રાજકોટ, ધ્રાફા, સુરતના રઘુવંશી લોહાણાના સોઢા તરીકે ઓળખાતો સમુદાય પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે.