BAPS હિંદુ મંદિર, અબુ ધાબી દ્વારા UAEમાં અદ્વિતીય રાહતકાર્ય

દરેક કુદરતી આપત્તિમાં બાપ્સ સંસ્થા અગ્રેસર રહે છે હાલમાં  કોરોના મહામારી દરમિયાન BAPS હિંદુ મંદિર, અબુ ધાબી દ્વારા UAE(યુનાઇટેડ આરબ એમિરેટ્સ)માં પણ પ્રશંસનીય રાહતકાર્ય થઈ રહ્યું છે. મુસ્લિમ દેશમાં હિંદુ મંદિર દ્વારા થઈ રહેલું રાહતકાર્ય વિશ્વભરમાં માનવીય સૌહાર્દનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વભરમાં સ્થિત BAPS મંદિરોની જેમ કોરોનામાં BAPS હિંદુ મંદિર, અબુ ધાબી દ્વારા UAEમાં પણ નિ:સ્વાર્થભાવે રાહતકાર્ય થઈ રહ્યું છે. છેલ્લાં ૧૪ દિવસ દરમિયાન ૧૧,૦૦૦થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે અને ૧૫૦ લોકો માટે આવાસની વ્યવસ્થા તથા ભાડે રહેતાં ૪૫ લોકોને મદદ કરાઇ છે જરૂરિયાતમંદ લોકોને દવા સહિત તબીબી સારવાર થઈ છે. અબુ ધાબીના ‘Together we are Good’ કાર્યક્રમ હેઠળ ૧૧,૦૦૦ UAE દીરહામનું દાન અપાયુ છે જયારે સરકારના ’10 Million Meals’ કેમ્પેઇનમાં ૧,૫૦૦ વ્યક્તિઓ માટેના ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *