કોરોનાના વધતા જતા કેસના પગલે દેશના અનેક રાજય હવે લોકડાઉન તરફ વળ્યા છે જેમાં બિહારનો ઉમેરો થયો છે. હાલમાં બિહારમાં બેકાબૂ કોરોના કેસને લઈને લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. બિહાર સીએમ નીતીશ કુમારે આજથી 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લઈ લીધો છે. જેમાં સરકારી-ખાનગી કચેરીઓને પણ બંધ રાખવામાં આવશે. લોકડાઉનમાં જીવન જરુરી ચીજવસ્તુને બાકાત રહેશે. આવશ્યક સેવાઓથી સંબંધિત સંસ્થાઓ ખુલ્લી રાખી શકાશે. બીજી તરફ સાર્વજનિક પરિવહન સાથે જોડાયેલ વાહનો 50% ક્ષમતા સાથે દોડશે. લોકડાઉનનો નિર્ણય લેતાં પહેલા સોમવારે CM નીતીશ કુમારે બીજી વખત પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ, તેમણે બંને ડેપ્યુટી સીએમ અને અધિકારીઓ સાથે બેઠક કરી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો.