૪૭ વર્ષ બાદ યુરોપિયન સંઘથી અલગ થયું બ્રિટન

47 વરસ બાદ યુરોપિયન સંઘ સાથે બ્રિટને છેડો ફાડયો

આખરે અનેક ઉતાર-ચઢાવ બાદ બ્રિટન હવે યુરોપિયન સંદ્યથી અલગ થઈ ગયું છે. 47 વરસ બાદ યુરોપિયન સંઘ સાથે બ્રિટને છેડો ફાડયો છે. બ્રિટનમાં આ નિર્ણયથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. બ્રિટને યુરોપિયન સંદ્ય સાથે છેડો ફાડ્તા પહેલા વડા પ્રધાન બોરિસ જોનસને વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સંદેશમાં કહ્યું હતું કે જે લોકોએ વર્ષ ૨૦૧૬ના રોજ અભિયાનનું નેતૃત્વ લીધું હતું, તેમના માટે આ એક ‘નવી સવાર’ હશે. અનેક લોકો માટે આ આશા તથા અપેક્ષાની આર્શ્ચજનક ક્ષણ છે, જેમના માટે તેમણે કયારેય વિચાર્યું પણ નહોતું. ‘કેટલાક લોકો ચિંતિત છે અને તેમને લાગે છે કે નુકસાન થઈ રહ્યું છે.’ આ સિવાય ત્રીજો વર્ગ એવો છે, જેને એવું લાગે છે કે આ રાજકીય અનિશ્યિતતા સમાપ્ત જ નહીં થાય. પ્રવર્તમાન સ્થિતિમાં જૂના કેટલાક કાયદા યથાવત્ રહેશે અને ડિસેમ્બર મહિના સુધી નાગરિકોની અવરજવર પૂર્વવત્ જ રહેશે. દરમિયાન બ્રસેલ્સ ખાતે યુરોપિયન સંદ્યના મુખ્યાલય બહારથી બ્રિટનનો ઝંડો હઠાવી લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *