BMCએ બોમ્બે હાઇકોર્ટને કહ્યું – સોનુ સૂદ રીઢો ગુનેગાર

લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા એક્ટર સોનુ સૂદ પ્રત્યે BMCનું કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં BMCએ કહ્યું છે કે સોનુ સૂદ રીઢો ગુનેગાર છે, જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કરાવતો રહે છે. BMCએ તેના એફિડેવિટમાં કહ્યું છે કે પિટિશનર આદતથી ગુનેગાર છે . તેણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદે રીતે નિર્માણ કરાવ્યું, જેથી એનો હોટલ તરીકે યુઝ થઇ શકે BMC તરફથી કરાયેલી ફરિયાદમાં કહેવાયુ છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર 6 માળનું એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રીજન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદે બાંધકામ કરાવતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *