કોરોના વાઈરસ જંગમાં મદદ માટે બોલીવુડ આગળ આવ્યું

મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે સરકાર આર્થિક સહાય કરી રહી છે પણ સાથે સાથે હવે બોલીવુડ અને સાઉથના સુપર સ્ટાર પણ આગળ આવ્યાં છે. કલાકાર કપિલ શર્મા, સાઉથ સ્ટાર રામ ચરણ અને હ્રિતિક રોશને લાખો રુપિયાની મદદની જાહેરાત કરી છે.  હ્રિતિક રોશને પોસ્ટ કરી છે કે, આવા સમયમાં આપણાથી જે કંઈપણ થઇ શકે તે આપણે કરવું જોઈએ. આપણા શહેર અને સોસાયટીના કેરટેકર્સની સેફટી માટે બને એટલી મદદ કરવી જોઈએ. મેં બીએમસી વર્કર્સ અને બીજા કેરટેકર્સ માટે માસ્ક પ્રોડ્યૂસ કર્યા છે. સાઉથ સ્ટાર રામ ચરણ પણ મદદ માટે આગળ આવ્યો છે. તેણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સ્ટેટ રિલીફ ફંડમાં 70 લાખ રૂપિયાનું દાન કર્યું છે. તેણે કહ્યું કે તે પવન કલ્યાણથી આ કામ કરવા માટે પ્રેરાયો છે. પવન કલ્યાણે 1 કરોડ રૂપિયાની સહાય કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *