યશરાજ બેનર અને રણવીર સિંઘ અભિનિત ફિલ્મ જયેશભાઈ જોરદાર ટુંક સમયમાં રિલિઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મના ટાઈટલ પ્રમાણે રણવીરસિંઘ જયેશભાઈનો રોલ નિભાવી રહ્યો છે જે ગુજરાતી યુવકના પાત્રમાં છે જયારે તેના પિતાનો રોલ બોમન ઈરાની કરી રહ્યો છે. રાઈટર,ડાયરેકટર દિવ્યાંગ ઠક્કરની આ પ્રથમ ફિલ્મ છે જે સંપૂર્ણ ગુજરાતી સ્ટોરી પર આધારિત છે. જયારે બેન્ડ બાજા બારાત ફેઈમ મનિષ શર્મા પ્રોડયુસર છે. પિતા-પુત્રની જોડી આ ફિલ્મમાં ધમાલ મચાવશે. આફિલ્મ કોમેડીથી ભરપુર છે પણ સામાજીક સંદેશો પણ આપનારી છે. સાથોસાથ શાલિની પાંડે નામની નવોદિત અભિનેત્રી પણ આ ફિલ્મથી પર્દાપણ કરી રહી છે. રણવીર સિંઘની આ વરસે બે ફિલ્મ મોટા બેનરની છે જેમાં ભારતના 1983ના વિશ્વ કપ જીતવા પરની સ્ટોરી 83 અને જયેશભાઈ જોરદાર છે. દીપીકા સાથે લગ્ન થયા બાદ રણવીરસિંઘની પ્રથમ ફિલ્મ નવા વરસે રિલિઝ થશે. આ પહેલા દિપીકાની છપાક ફિલ્મ રિલિઝ થઈ ચુકી છે.