બોરસદના પામોલની યુવતી હીરલની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હિરલના પૂર્વ પતિ રાકેશ પટેલ તરફ શંકાની સોય તકાઈ રહી છે. હીરલના પરિવારજનોએ સીધો જ સાસરિયાઓ જ યુવતીની હત્યા નો આક્ષેપ કર્યો છે. હાલમાં પોલીસે તેના પૂર્વ પતિને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે. હીરલ મૂળ બોરસદની છે અને તે છેલ્લા ત્રણ વર્ષથી કેનેડા રહેતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હીરલનો પૂર્વ પતિ રાકેશ પટેલ આ ગુનામાં મુખ્ય રીતે શંકાના દાયરામાં છે. તેમણે તેને તાત્કાલિક હાજર થવા માટે આદેશ આપ્યો છે. ટોરન્ટો પોલીસના જણાવ્યા પ્રમાણે તે 11 જાન્યુઆરીથી મિસીંગ હતી. છેલ્લે શનિવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં તે બ્લેક જેકેટ, ગ્રે પેન્ટ્સમાં હિરલ પટેલ જોવા મળી હતી.તે અંગે પોલીસે ટ્વિટ પણ કર્યું હતું. તે ઇસ્લિંગ્ટન અને સ્ટીલ્સ એવેન્યુ વિસ્તારોમાં છેલ્લે દેખાઇ હતી. ટોરન્ટો પોલીસે તેની શોધખોળ માટે ફિન્ચ અને સ્ટીલ્સ એવેન્યુઝ વિસ્તારમાં કમાન્ડ પોસ્ટ બનાવી હતી. પોલીસ તરફથી કોન્સ્ટેબલ ડેની માર્ટીનીના કહ્યા પ્રમાણે- ‘‘13 તારીખે તે લોકેટ થઇ હતી. તે અમુક દિવસોથી ગૂમ હતી. તેથી અમે શંકાસ્પદ વ્યક્તિ, ગાડી કે કંઇક અજુગતુ મળે તે ચકાસી રહ્યા છીએ.’’ જોકે જે વિસ્તારમાંથી હિરલનો મૃતદેહ મળ્યો, ત્યાં તે કેવી રીતે પહોંચી તે હજુ સ્પષ્ટ થયું નથી. માર્ટીની પ્રમાણે તેના મૃત્યુ સમયે તે તેના પૂર્વ પતિ સાથે રહેતી ન હતી.