કેનેડાએ બાળકો માટે Pfizer વેક્સિનને આપ્યું ગ્રીન સિગ્નલ

કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો રાત દિવસ એક કરી રહયા છે એટલુ જ નહિ મોટા ભાગના દેશો જલ્દીથી જલ્દી રસીકરણની પ્રક્રિયા પુરી કરવા માંગે છે આવા સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.આગામી વર્ષે સ્કુલ ખુલે તે પહેલા અનેક લોકોને વેક્સિનનો ડોઝ આપવાની તૈયારી છે.  ફાઈઝરે ગત માર્ચ મહિનામાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા 2260 વોલેન્ટિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. 18 વર્ષની ઉંમરના લોકોની સરખામણીએ 12થી 15 વર્ષની ઉંમરના જે લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો તેમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ જણાવ્યું કે, આ નિર્ણયથી બાળકોને સામાન્ય જીવન જીવવાની તક મળશે. તેના પહેલા વેક્સિનને 16 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો માટે મંજૂરી અપાઈ હતી. બીજી તરફ યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આગામી સપ્તાહ સુધીમાં યુવાનો માટે ફાઈઝરની વેક્સિનને પણ મંજૂરી આપી શકે છે. સુપ્રિયા શર્માએ જણાવ્યું કે, પુરાવા પ્રમાણે આ એજ ગ્રુપવાળાઓ માટે વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ કેનેડામાં બાળકો માટે મંજૂરી મેળવનારી પહેલી વેક્સિન છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *