સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. બંનેએ બોમ્બે હાઇકોર્ટના તે ચુકાદાને પડકાર્યો હતો, જેમાં CBI તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાઇકોર્ટે આ આદેશ મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લેવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અને 100 કરોડની વસૂલાત અંગે આપ્યો છે. SCએ કહ્યું કે, આ 2 મોટા પદ પર બેઠેલા લોકો સાથે સંબંધિત મામલો છે. લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. અમે હાઈકોર્ટના આદેશમાં દખલ નહીં કરીએ. આ અંગે જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અમને આશા રાખીએ છીએ કે એવી સ્થિતિ ન આવે, જ્યાં DGP ગૃહ પ્રધાન પર આરોપ લગાવે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની ડબલ બેંચે બંને અરજીઓ પર સુનાવણી કરી હતી. અનિલ દેશમુખ વતી કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે અપીલ કરી હતી.