CEO સુંદર પિચાઈને 1718 કરોડ રૂપિયાનું પેકેજ

ગુગલના સીઈઓ બાદ હવે અલ્ફાબેટના CEO બનવા પર 47 વર્ષના સુંદર પિચાઈ ને 24.2 કરોડ ડોલર એટલે કે 1718 કરોડ રૂપિયા નું પેકેજ મળ્યું છે. તેમાં વાર્ષિક 14.2 કરોડ રૂપિયા બેઝિક સેલેરી અને 1704 કરોડ રૂપિયા ના શેર મળશે સુંદર પિચાઈનું નવું સેલેરી પેકેજ 1 જાન્યુઆરી 2020થી અમલમાં આવશે ભારતીય મૂળના સુંદર પિચાઈને ગુગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના CEO બનાવવાની જાહેરાત 4 ડિસેમ્બરે કરી દેવાઈ હતી  મદુરાઈથી વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપની આલ્ફાબેટના મહારથી બનેલા સુંદર પિચાઈનુ જીવન પણ અનેક ચડાવ ઉતારમાંથી પસાર થયું છે. સુંદર પિચાઈની સૌથી મોટી ખાસિયત તેની મેમરી છે કોઈનો નંબર એક વાર ડાયલ કરે એટલે તેની મેમરીમાં આપોઆપ સ્ટોર થઈ જાય છે. તેની ફોન બુકની પણ જરુર રહેતી નથી. આલ્ફા બેટ ગુગલની પેરેન્ટ કંપની છે જેની સ્થાપના 2015માં કરવામાં આવી હતી. આ કંપનીની કુલ આર્થિક વેલ્યુ 900 અબજ ડોલરની થવા જાય છે ઉલ્લેખનીય છે કે ગુગલના સ્થાપક લેરી અને સર્જી છે તેની ઉમંર માત્ર 46 વર્ષની છે તેમણે આ સુકાન તેમના એક વર્ષ મોટા સુંદર પીચાઈને સોંપ્યુ છે. સુંદર પીચાઈ 2004થી ગુગલ સાથે જોડાયેલા છે અને હવે મોટી છલાંગ આલ્ફાબેટના સીઈઓ તરીકે લગાવી છે.

ગુગલ, અલ્ફાબેટના ઈતિહાસમાં સૌથી મોટો સ્ટોક એવોર્ડ

2018માં સુંદર પિચાઈને 135 કરોડ રૂપિયા ના પગાર-ભથ્થા મળ્યા હતા. તેમાં 4.6 કરોડ રૂપિયા બેઝિક સેલેરી હતી. પિચાઈએ ગત વર્ષે સ્ટોક એવોર્ડ લેવાથી મનાઇ કરી હતી અને કહ્યું હતું કે તેમનો પગાર પૂરતો છે. હાલનો 1704 કરોડ રૂપિયાનો સ્ટોક એવોર્ડ ગુગલ અને અલ્ફાબેટના કોઇ અધિકારીનેહજુ સુધી મળ્યો નથી.


  સૌથી વધારે વાર્ષિક પેકેજ ધરાવતા ટોપ 5 CEO

CEO/કંપની   2018માં પગાર-ભથ્થા
એલન મસ્ક, ટેસ્લા 3591 કરોડ  
બ્રેનડન કેનેડી, તિલરે1792 કરોડ
બોબ આઇગર, વોલ્ટ ડિઝની1022 કરોડ
ટિમ કુક, એપલ957 કરોડ
નિકેશ અરોડા,પાલો અલ્ટો નેટવર્ક910 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *