PM મોદીની દીર્ઘ દૃષ્ટિનું સફળતમ દ્રષ્ટાંત સુજલામ સુફલામ્ જળ અભિયાન- CM

લોક ભાગીદારી અને જન સહયોગથી પી પી ધોરણે જળ સંચય અને જળ સંગ્રહ નું આ અભિયાન હવે રાજ્યમાં જળ ક્રાંતિનું જન આંદોલન બની ગયું છે. મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણ નો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી કરાવ્યો હતો. શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે આ અભિયાનને મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદ અને લોકલાગણી ને માન આપી રાજ્ય સરકારે આ વર્ષે અભિયાન વધુ સમય ચાલુ રાખી 104 દિવસનું રાખવા નો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રશ્રી એ આ અભિયાન નો પ્રારંભ જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી ભાઇ બાવળિયા અને રાજ્ય મંત્રી મુકેશ ભાઇ પટેલ ની ઉપસ્થિતિ માં કરાવ્યો હતો. શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનમાં જે કામો થાય છે તે સંપૂર્ણ ગુણવત્તા યુક્ત અને પારદર્શી ઢબે થાય છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આ કામોને પરિણામે ખેડૂતો અને લોકોને સિંચાઇ અને પીવાના પાણી ની પૂરતી ઉપલબ્ધિ થઈ છે એટલું જ નહિ, માટી ખોદકામને કારણે મોટા પાયે માનવ દિન રોજગારી મળે છે અને નીકળેલી માટી ખેડૂતો પોતાના ખેતર માં ઉપયોગમાં લે છે . આવી માટી સબંધિત વિકાસ કામો માં વપરાશ માં લેવા ખરીદ કરીને આવક પણ ઉભી થાય છે મુખ્યમંત્રીશ્રીએ આ જળ સંચય અને જળ સંગ્રહ અભિયાન વરસાદી પાણી ને રોકવા અને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા નો એક સફળ પ્રયોગ બન્યો છે તે માટે આ અભિયાન સાથે સંકળાયેલ સૌને અભિનંદન આપ્યા હતા.
તેમણે પાણીના કરકસર પૂર્ણ ઉપયોગ માટે પણ કાળજી લેવા સૌને અનુરોધ કર્યો હતો.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને અમૃત કાળ માં લઇ જવા જળ સંચય ને વેગ આપતા દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણ નું જે આહવાન કર્યું છે. આ આહવાન ઝીલી લઈને ગુજરાત આવા અમૃત સરોવર બનાવી ને જળ સંગ્રહ જળ સંચય ક્ષેત્રે દેશ નું દિશા દર્શક બને તે માટે આ સુજલામ સુફલામ્ જળ અભિયાન ઉદ્દીપક બને તેવી નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા થી શરુ થયેલ સુજલામ સુફલામ્ જળ અભિયાન ની સફળતા ને પગલે રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં 74509 કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતા માં 86196 લાખ ઘન ફૂટ નો વધારો થયો છે.56778 કિલો મીટર લંબાઈ માં નહેરો તેમજ કાંસ ની સફાઈ કામો વ્યાપક પણે હાથ ધરવામાં આવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *