મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20 ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે

મંગળવારે અને બુધવારે તા.૭ અને ૮ મી એ ગાંધીનગરમાં સાંસદો-ધારાસભ્યો-પ્રજાવર્ગોને મળી શકશે નહી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર, તા.૭ ફેબ્રુઆરી અને બુધવાર તા.૮ ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20 ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે. 
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે તા.૭ ફેબ્રુઆરી, મંગળવાર અને તા.૮ મી ને બુધવારે ગાંધીનગરમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજાવર્ગો-નાગરિકોને મળી શકશે નહી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 ની બેઠકો પૈકી ૧પ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક તા. ૭ થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલી છે. 
આ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા તેમજ G-20 ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *