ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ આંક 725,કુલ કેસ 28000થી વધુ થયાં

બુધવારે ચીનમાં નવા સંદિગ્ધ 5328 કેસો સામે આવ્યા

ચીનમાં કોરોના વાઈરસથી હજુ પણ સ્થિતિ કાબુમાં આવી નથી અને સતત મૃત્ય આંકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લી માહીતી અનુસાર 725થી વધુ લોકોનાં મોત અને 28 હજારથી વધુ કેસ નોધાયા છે. હજુ પણ આંક વધે તેવી શકયતા છે. આ રોગની ભયાનકતા પર નજર કરશો ખબર પડશે કે એક જ દિવસ એટલે કે બુધવારે 73 લોકોનાં મોત નીપજયાં હતાં..મૃતકોમાં 70 હુબેઈ પ્રાંત અને તેના વુહાનના લોકો સામેલ છે, આ ક્ષેત્રમાં કોરોનાની સૌથી વધુ અસર છે. ટિયાંજિન, હેઇલોંગજિયાંગ અને ગુઇઝોંગ પ્રાંતમાં એક-એક ડઝન લોકોના મોત થયા છે.બુધવારે ચીનમાં નવા સંદિગ્ધ 5328 કેસો સામે આવ્યા છે, જેમાં 2987 કેસો હુબેઈ પ્રાંતના છે. બીજી તરફ વાઈરસના કારણે વેપાર -ધંધા,ટુરિઝમને પણ મોટો ફટકો પડયો છે.

હાલમાં પણ કેટલાંક પ્રાંતમાં કોરોનાગ્રસ્ત 640 દર્દીઓની હાલત ખૂબ ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે 3859ની હાલત ગંભીર છે. કેમ કે હવે કોરોના માનવી ટુ માનવી ફેલાઈ રહ્યો છે જેને કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. હાલમાં 1.86 લાખથી વધુ લોકો હજુ પણ પરીક્ષણ હેઠળ છે. બુધવારના અંત સુધીમાં હોંગકોંગના મકાઉમાં 11 અને હોંગકોંગમાં 21 કેસોની પુષ્ટિ થઈ છે.જ્યારે વિદેશોમાં કોરોના વાયરસના 182 કેસો નોંધાયા છે. ફિલિપાઈન્સે વિદેશમાં પ્રથમ મૃત્યુ થયાની માહિતી આપી છે, જ્યારે હોંગકોંગે એક મૃત્યુની જાહેરાત રવિવારે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *