ચીનમાં કોરોનાવાયરસ પછી હવે બર્ડ ફલૂનો ખતરો

ચાઈનામાં કોરોના બાદ બર્ડ ફલુની દહેશત

ચીનમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાઈરસના કહેરની સાથોસાથ હવે નવી મુસીબત બર્ડફલુ રુપે ત્રાટકી શકે તેવી સ્થિતિ છે. શાઓયાંગ શહેરના એક ફાર્મમાં H5N1 વાયરસના લીધે ૪૫૦૦ મરઘાં મોતને ભેટ્યા છે.શાઓયાંગ શહેર કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરથી ૪૮૬ કિલોમીટર દૂર છે. ચીનના પ્રશાસને ૧૭૮૨૮ મરદ્યાઓને મૃત કર્યા છે અને હાલમાં બર્ડ ફલુની દહેશત વચ્ચે ફાર્મને સીલ કરીને આસપાસના વિસ્તામાં સ્ટરીલાઈજેશનનુ કામ શરુ કરી દેવાયું છે. H5N1 પ્રકારનો વાયરસ છેલ્લા અમુક વર્ષોમાં ચિંતાનો વિષય બન્યો છે.ખાસ કરીને ભારતમાં પણ બર્ડ ફલુની અસર થોડા વરસો પહેલા જોવા મળી હતી. WHOના મતે આ બિમારી ઘાતક સાબિત થાય છે. તેની અસરમાં આવ્યા બાદ મૃત્યુની શકયતા વિશેષ વધી જાય છે. મૃત પક્ષીઓ અથવા તો જે વાતાવરણમાં H5N1 ફેલાયેલો હોય તેના સંપર્કમાં આવવાથી આ બીમારી લાગૂ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *