ઉદવાડા માં અનોખો ઉત્સવ ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ

આઝાદી કાળ થી વર્તમાન સુધી દેશના વિકાસ માં પારસીઓનુ ઉત્તમ યોગદાન – સીએમ રૂપાણી

મુખ્મંત્રી વિજય ભાઈ રૂપાણી એ પારસી કોમના ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં સહભાગી થતાં સ્પષ્ટ પણે જણાવ્યુ કે પોતાના ધર્મ ની રક્ષા માટે 1300 વર્ષ પૂર્વે વતન છોડી ભારત આવેલા પારસીઓ સમરસતા અને બંધુત્વ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમણે એમ પણ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિ ની રક્ષા માટે વતન છોડવા મજબૂર બનેલા લોકો જ વતન થી દુર થવાની પીડા સમજી શકે. મુખ્યમંત્રીએ ધર્મ રક્ષા માટે વતન છોડવા મજબૂર અને વરસો સુધી શરણાર્થી તરીકેની તકલીફો ભોગવનાર પરત્વે સંવેદનશીલતા સાથે તેમને નાગરિકતા આપવાના નાગરિકતા બિલનો વોટબેંકની રાજનીતિથી દોરવાઇને વિરોધ કરનાર લોકો પોતે ગુમરાહ છે, અને બીજાને ગુમરાહ કરવા પ્રયાસ કરી રહયા છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો

ઉદવાડા માં અનોખો ઉત્સવ ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ

ઈરાન શાહ ઉત્સવ પારસી કોમની સાંસ્કૃતિક વિરાસતની સાથે સાથે સંપ, સદભાવ અને બંધુતાના ઉચ્ચતમ માનવીય સદગુણોને ઉજાગર કરતો ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા અને દર બે વર્ષે ઉજવાતા આ ઉત્સવમાં સીએમ વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત રહીને પારસી કોમની ખૂમારી, પ્રતિભા, તેમના સામાજીક પ્રદાન અને સાંસ્કૃ તિક વારસાને બિરદાવ્યો હતો. ૧૩૦૦ વર્ષ પૂર્વે પોતાના ધર્મની રક્ષા કાજે જીવને જોખમમાં મૂકી વતન ઇરાનથી પોતાના પવિત્ર અગ્નિ સાથે લઇ નીકળેલા પારસીઓના આ અગ્નિની
સ્થાપના ઉદવાડા ખાતે કરાઈ છે મુખ્યમંત્રીએ પવિત્ર અગ્નિ પાવક સ્થળે વંદના કરવાનો અવસર મળ્યાબદલ કૃતજ્ઞતા વ્ય્કત કરી હતી. તેમણે આ પવિત્ર અગ્નિ ની અખંડ જયોતના આશીર્વાદથી ગુજરાતના વિકાસની જયોત પણ અખંડ જલતી રહેશે અને સમગ્ર માનવજાતના કલ્યાણની દિશામાં ભારતના રોલ મોડલ તરીકે ગુજરાત પ્રસ્થાપિત કરશે તેવી શ્રધ્ધા વ્‍યકત કરી હતી. મુખ્ય્મંત્રી એ જણાવ્યું કે, પારસી બાંધવો પોતાનો ધર્મ સાચવવાની સાથે સાથે ધર્માન્તરણની વૃત્તિથી દુર રહયા છે. એટલુંજ નહીં બધા સાથે પ્રેમ અને કરૂણા દાખવી મીઠા સંબંધો જાળવ્યા છેઅને બીજા બાંધવોની સંભાળ પણ લીધી છે. મુખ્યયમંત્રી એ ગુજરાત સરકાર અને ભારત સરકાર સદા સર્વદા પારસીકોમના સુખ દુઃખની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી અને સાથે મળી પ્રજા કલ્યાણના કામો કરવાની ભાવના પણ વ્યકત કરી હતી.
રાષ્ટ્રીય લઘુમતી કમિશન (ઝોરાષ્ટ્રીપયન-પારસી)ના સભ્ય વડા દસ્તુર ખુરશેદ દસ્તુઓરે જણાવ્યું હતું કે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્રાભાઇ મોદીનું સ્વપ્ન હતું. સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. તેમણે ભારત દેશ પરત્ત્વે આભારની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, કરોડોની વસતિમાં લઘુમતી તરીકે અમે સચવાયા છે, એટલું જ નહીં, સુરક્ષા અને પ્રેમ પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે પારસી સમુદાયના વિકાસમાં, પ્રશ્નોના નિરકરણમાં મુખ્યયમંત્રીશ્રીના તથા રાજય સરકારના સહયોગની સરાહના કરી હતી અને આભારની લાગણી વ્ય કત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *