કોરોનાની રસી માટે ડ્રાય રન:15 મિનિટમાં જ વેક્સિન આપી દેવાશે

દેશભરમાં કોરોનાની રસીનો ડ્રાય રન ચાલી રહ્યો છે . અમદાવાદમાં મ્યુનિ.ના અને ખાનગી હોસ્પિટલોના મળી 25 રસી કેન્દ્ર ખાતે ડ્રાય રન યોજાયો હતો જેમાં એક કેન્દ્ર પર 25 લાભાર્થીને રસીનો ડેમો અપાયો હતો. ડ્રાય રનનો મુખ્ય ઉદ્દેશ રિસ્પોન્સ ટાઇમમાં કયા કયા કારણો સફળતાના અને સમસ્યાના તે જાણવાનો છે. આ ડ્રાયરનમાં પડતી તકલીફોને ઓરીજીનલ રસી આપતી વખતે દુર કરી શકાય તેનો છે. અભ્યાસ દરમિયાન સોફ્ટવેરમાં ખામીથી પિનકોડ જનરેટ ન થતાં સમગ્ર પ્રક્રિયા ઓફલાઇન કરાઈ હતી. રસી મુકાવવા આવનારા દરેકને અગાઉથી ટાઇમ સ્લોટ આપી દેવાશે. રસી અપાય ત્યારે કોઈને રિએક્શન આવે તો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સુધીની તૈયારી કરી લેવાઈ છે. 3 કિ.મી.ની ત્રિજ્યામાં આવેલી હોસ્પિટલ સાથે મ્યુનિ. એમઓયુ કરશે.ડ્રાય રનમાં ડેમોથી લઈને તેમના પ્રવેશથી માંડી મોબાઈલમાં મેસેજ જોવો, તેમનું આઇકાર્ડ તપાસવું, નિરીક્ષણ ખંડમાં બેસાડવા અને રસી આપવા સુધીમાં સમય ચેક કરાયો હતો જેમાં 15 મિનિટનો સમય લાગ્યાે હતો. ત્યારબાદ નિયમ મુજબ ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી બેસાડવા પડે છે. આમ પ્રત્યેક લાભાર્થી પાછળ અંદાજે 45 મિનિટનો સમય લાગ્યો હતો. ડેમોની તમામ સિસ્ટમ મુજબ અને વ્યવસ્થા પ્રમાણે જ આ સમય હોવાથી હવે જ્યારે રસી આપવાની કામગીરી શરૂ થશે ત્યારે દૈનિક 100 લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે તે મ્યુનિ. શહેરના 300 કેન્દ્ર પરથી એચીવ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *