કોરોનાની અસરમાં IPL શરુ થવા પર અનેક સવાલો

કોરોના વાઈરસનાં પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ ની 13મી સીઝન રમાવવી અત્યારે મુશ્કેલીમાં પડી રહી છે. આગામી 14 એપ્રિલ સુધી આખું દેશ લોકડાઉનમાં છે. 15 એપ્રિલ સુધી વિદેશી ખેલાડીઓના વિઝા કેન્સલ છે. BCCIએ અગાઉ IPLને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. કોરોનાના કહેર વચ્ચે હવે સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ આઈપીએલ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવાથી બચી રહ્યાં છે કારણ કે હાલના સમયે તારીખ જાહેર કરવી અઘરી વાત છે. મંગળવારે કહ્યું કે, હું અત્યારે આયોજન અંગે કઈ કહી શકું તેમ નથી. અમે એ સ્થાન પર જ છીએ, જ્યાં સ્થગિત કરતી વખતે હતા. છેલ્લા 10 દિવસોમાં કઈ બદલાયું નથી. કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું કે, BCCIએ IPLને સ્થગિત કરવી જોઈએ. મે સુધીમાં સ્થિતિ સુધરે તો પણ કેટલો સમય રહેશે. શું ત્યારે વિદેશી ખેલાડીઓને દેશમાં આવવાની પરવાનગી મળશે? -20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં રમાવવાનો છે, જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બાઇલેટરલ સીરિઝ પણ રમાવવાની છે. જો આગામી બે મહિના કોરોનાના કારણે લોકડાઉન ચાલુ રહે તો કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. ICC બોર્ડના એક મેમ્બરે કહ્યું કે, કોન્ફરન્સ દરમિયાન કોઈ નિર્ણય લેવામાં આવશે નહિ. આ બેઠક અપડેટ્સ માટે છે. જો પરિસ્થિતિ બગડે તો પ્લાન B અને પ્લાન C તૈયાર હોવા જોઈએ.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *