મેચ દેશમાં રમાતી હોય કે વિદેશમાં જયારે પણ વન ડે હોય કે 20-20 પણ દર્શકોને જયારે સિકસર જોવા ન મળે ત્યાં સુધી તેમના ટિકીટના પૈસા વસુલ થતા નથી. તેમાંય જયારે મેચ રોમાંચક તબક્કામાં પહોચી ગઈ હોય અને ઓછા બોલમાં વધુ રન બનાવાના હોય ત્યારે બેટસમેન પાસે સિંગલ રન નહી પણ સિક્સર મારવી આખરી હથિયાર હોય છે અત્યાર સુધીમા સૌથી લાંબી સિકસરોમાં કુલ 5 બેટસમેનનુ નામ છે ભારત તરફથી બલ્લેબાજ યુવરાજસિંહ છે. જેણે સૌથી લાંબી સિકસર 125 મીટરની લગાવી હતી. 2007માં યુવરાજે ઓસ્ટ્રેલિયા સામે આ સિકસર લગાવી હતી
બીજી સૌથી લાંબી સિકસર ન્યુઝિલેન્ડના ખેલાડી જેકબ ઓરમે 131 મીટરની લગાવી છે 2006માં ઓસ્ટ્રેલિયા સામે આ સિકસર લગાવી હતી. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર બ્રેટ લીએ વેસ્ટઈન્ડીઝ સામે 136 મીટર લાંબી સિકસ લગાવી હતી. આ બોલ મેદાન બહાર જઈને પડયો હતો બાદમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદીનુ નામ છે જેણે ઈગ્લેન્ડની સામે 156 મીટર લાંબી સિક્સ લગાવી હતી . 2006માં બ્રિસ્ટલનાં મેદાનમાં આ સિક્સર ફટકારી હતી. જો કે સૌથી ટોપ પર ઓસ્ટ્રેલિયન બેટસમેન આલ્બર્ટ ટ્રોટ છે જેણે 19મી સદીમાં ઈગ્લેન્ડ સામે 164 મીટરની સિક્સ લગાવી હતી. આ સિકસરનો રેકોર્ડ હજુ કોઈ તોડી શકયુ નથી.