ન્યુઝિલેન્ડ સામેની બીજી પન ડે પણ ભારત હારી ગયુ છે, 274 રનનો પીછો કરતાં કરતાં ભારત માત્ર 251 રન બનાવી શકયું હતું. ભારતના પ્રથમ હરોળની બેટીંગ ક્રમ નિષ્ફળ ગઈ હતી જેમાં ઓપનર મંયક અગ્રવાલ, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ સસ્તામાં આઉટ થઈ ગયાં હતા. બાદમાં પુછંડીયા બેટસમેનોએ જોરદાર વળતો જવાબ આપતાં વિજયની આશા સર્જાઈ હતી જો કે 251 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ખાસ કરીને ફરી વાર શ્રેયસ અય્યરે સારી બેટીંગ કરીને એક છેડો જાળવી રાખ્યો હતો. અને અર્ધ સદી પણ ફટકારી હતી. અય્યર પણ આઉટ થઈ જતાં રવિન્દ્ર જાડેજા અને નવદીપ સૈનીએ રંગ રાખ્યો હતો. ખાસ કરીને નવદીપ સૈનીએ પોતાની બેટીંગ તાકાત પણ બતાવીને કારકીર્દીના સૌથી વધુ 49 બોલમાં 45 રન બનાવ્યાં હતાં. જાડેજાએ પણ ઘણા સમય પછી અર્ધ સદી ફટકારી હતી. કિવિઝ તરફથી ફરી વાર રોઝ ટેલર કામ આવ્યો હતો તેણે પણ અર્ધ સદીના સહારે ન્યુઝિલેન્ડનો સ્કોર 273 પર પહોચાડયો હતો.