ટી-20માં ભારતે ન્યુઝિલેન્ડ સામે સિરિઝ જીત્યા બાદ વન ડેમાં સિરિઝ ગુમાવી દીધી છે. ન્યુઝિલેન્ડ સામે 3-0થી હારનો સામનો કરવો પડયો છે. કંગાળ ફિલ્ડીંગ અને કંગાળ બોલીંગના કારણે ભારતનો વ્હાઈટ વોશ થયો છે. ત્રીજી વન ડેમાં કે.એલ. રાહુલના ૧૧૨ તેમજ ઐયરના ૬૨ રન કરવા છતાંય ભારતે મેચ ગુમાવી હતી. ભારતે ન્યુઝિલેન્ડને જીતવા માટેના ૨૯૭ના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડે ૪૭.૧ ઓવરમાં પાંચ વિકેટે ૩૦૦ રન કરી દઈને મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી નિકોલ્સ (૮૦), ગપ્ટિલ (૬૬) અને ગ્રાન્ધોમે માત્ર ૨૮ બોલમાં ૫૮ રન ફટકારતા ભારતે મેચ ગુમાવી દીધી હતી. સાથોસાથ કિવિઝ તરફથી બેનેટ્ટે પણ 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં નિકોલ્સ પ્લેયર ઓફ ધ મેચ અને રોસ ટેલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ટેલરે 3 વન ડેમાં ૧૯૪.૦૦ની સરેરાશથી એક સદી અને એક અડધી સદી ફટકારી હતી.