ભાર રસાકસી બાદ આખરે બાંગ્લાદેશે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી છે. ભારતને 3 વિકેટે હરાવી બાંગ્લાદેશ પ્રથમ વાર ચેમ્પિયન બન્યું છે. જો કે ભારતીય ટીમ પણ 3 વાર ફાઈનલમાં ટકરાઈને ત્રીજી વાર હારી છે. આ પહેલા 2006માં પાકિસ્તાન અને 2016માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યું હતું. ભારતે યશસ્વી જયસ્વાલના 88 રનની મદદથી પ્રથમ દાવમાં 177 રન કર્યાં હતાં બાદમાં વરસાદના વિધ્નના પગલે બાંગ્લાદેશને 45 ઓવરમાં 170 રનનો ટારગેટ મળ્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં 400 રન કરનાર અને 3 વિકેટ ઝડપનાર યશસ્વી જયસ્વાલ મેન ઓફ ધ સીરિઝ તો ફાઈનલમાં બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલી મેન ઓફ ધ મેચ બન્યો હતો. મેચની શરુઆતમાં ભારત મોટો સ્કોર કરે તેવી આશા હતા પણ યશસ્વી સિવાય અન્ય કોઈ બેટસમેન ક્રીઝ પર લાંબુ ટકયાં નહોતા. બીજી તરફ બાંગ્લાદેશે સતત રન રેટની સાથેસાથે વિકેટો પણ જાળવી રાખતા આસાનીથી વિજય તરફ પહોચી ગયાં હતાં.