IPL 2021ની 23મી મેચમાં CSKએ SRHને 7 વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈની ટીમે સતત 5 મેચમાં જીત મેળવીને હાલ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર પહોચી ગઈ છે. મોટા ગજાના બેટસમેન હોવા છતાંય હૈદરાબાદ સતત હારી રહી છે. તેની આ સીઝનની 5મી હાર છે, જેના પરિણામે તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા નંબરે પહોચી ગયુ છે. ચેન્નઈએ છેલ્લી 10 મેચમાંથી 7માં હૈદરાબાદને હરાવ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સે 129 રન પર ઋતુરાજ ગાયકવાડની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઋતુરાજ ગાયકવાડે પોતાના IPL કારકિર્દીની 5મી અર્ધસદી નોંધાવી હતી. એણે 44 બોલમાં 75 રન બનાવ્યા હતા. ત્યારપછી 15મી ઓવરમાં રાશિદ ખાને બેક ટુ બેક મોઈન અલી અને ડુ પ્લેસીસને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. જેમાં ફાફ ડુ પ્લેસીસે 38 બોલમાં 56 રન બનાવ્યા હતા. આમ રાશિદ ખાને 3 વિકેટ પોતાને નામ કરી હતી. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ચેન્નઈને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં CSKએ 3 વિકેટના નુકસાન પર 173 રન બનાવીને 7 વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો.