આજે ઈતિહાસ રચવા ઉતરશે દેશની દીકરીઓ, પોચેફસ્ટ્રુમમાં ઈંગ્લેન્ડ સામે ખિતાબી મુકાબલો

Ind Vs Eng U-19 T20 World Cup Final: આજનો દિવસ ભારત માટે ખાસ છે કારણ કે આજે દેશની દીકરીઓ વિશ્વ જીતવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. ICC દ્વારા પ્રથમ વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે અને આજે એટલે કે રવિવારે ઇંગ્લેન્ડ સામે ખિતાબી મુકાબલો થવાનો છે. શેફાલી વર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. શેફાલી વર્માએ હાલમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો, હવે તે પોતાની ટીમ પાસેથી જન્મદિવસની ભેટની રાહ જોઈ રહી છે.

19 વર્ષની શેફાલી વર્મા દેશમાં જાણીતું નામ છે કારણ કે તે અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરતા પહેલા સિનિયર ટીમમાં પોતાની કાબિલિયત બતાવી ચૂકી છે. શેફાલીએ 15 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવી હતી. તે સિનિયર ટીમમાં ભરોસાપાત્ર અને ધુંઆધાર ઓપનર છે.

અંડર-19 મહિલા વર્લ્ડ કપની ફાઇનલ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ભારતીય સમયાનુસાર સાંજે 5.15 કલાકે પોચેફસ્ટ્રુમ ખાતે રમાશે. અત્યાર સુધીના અંડર-19 T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના સફરની વાત કરીએ તો ફાઇનલમાં પહોંચતા પહેલા ટીમએ કુલ 6 મેચ રમી છે. આમાંથી પાંચમા તેનો વિજય થયો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સિવાય દરેક પ્રતિસ્પર્ધીને હાર આપી છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને હરાવવાની ક્ષમતા ધરાવે છે અને વર્લ્ડ કપનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે.

અંડર-19 T20 વર્લ્ડ કપની અત્યાર સુધીની સફર પર એક નજર

ભારત vs દક્ષિણ આફ્રિકા – 7 વિકેટથી જીત
ભારત vs UAE – 122 રનથી જીત
ભારત vs સ્કોટલેન્ડ – 83 રનથી જીત
ભારત vs ઓસ્ટ્રેલિયા – 7 વિકેટથી હાર
ભારત vs શ્રીલંકા – 7 વિકેટથી જીત
ભારત vs ન્યુઝીલેન્ડ – 8 વિકેટથી જીત (સેમિફાઇનલ)

અંડર-19 T20 વર્લ્ડ કપમાં ભારત માટે અત્યાર સુધી શ્વેતા સેહરાવતે 6 મેચમાં 141ના સ્ટ્રાઇક રેટથી સૌથી વધારે 292 રન બનાવ્યા છે. જ્યારે પાર્શ્વી ચોપરાએ 5 મેચમાં 9 સૌથી વધુ 9 વિકેટ ઝડપી છે.

અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા-
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, રિષિતા બાસુ, પાર્શ્વી ચોપરા, અર્ચના દેવી, ફલક નાઝ, હર્લી ગાલા, રિચા ઘોષ, મન્નત કશ્યપ, સોનિયા મેંધિયા, ટિટસ સાધુ, શબનમ, સૌમ્યા તિવારી, ગોંગડી ત્રિશા, સોનમ યાદવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *